1980-90ના દાયકાની આ મશહુર અભિનેત્રીના ઘરમાં થઇ ચોરી, હીરાનો હાર ગાયબ
મુંબઈ: 1980-90ના દાયકામાં ‘સોહની મહિવાલ’, ‘નૂરી’, ‘તેરી મહેરબનીયાં’, ‘યે વાદા રહા’ જેવી બોલિવૂડ ફિલ્મોથી જાણીતી અભિનેત્રી પૂનમ ઢીલ્લો (Poonam Dhillon)ને દર્શકોના દિલ જીતી લીધા હતાં. પૂનમ ઢીલ્લોનના મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ચોરી થઇ હોવાના અહેવાલ છે. ઘરમાં રંગકામના બહાને આવેલા ચોરે કથિત રીતે હીરાનો હાર, 35,000 રૂપિયા રોકડા અને અમેરિકન ડોલરની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 6 જાન્યુઆરીના રોજ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ સમીર અંસારી છે, જેની ઉંમર 37 વર્ષ છે.
ચોરી બાદ પાર્ટી કરી:
અહેવાલ મુજબ પૂનમ ઢીલ્લોને જુહુમાં રહે છે, તેમનો પુત્ર અનમોલ ખારમાં આવેલા ઘરે રહે છે અને પૂનમ ઢીલ્લોન ક્યારેક ખારના ઘરે પણ રહે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી વચ્ચે ફ્લેટને રંગકામ માટે પૂનમ ઢીલ્લોનના ઘરે હતો. આ દરમિયાન તેણે કબાટ ખુલ્લો જોયો અને સમય મળતા જ કિંમતી સામાનની ચોરી કરી હતી. આરોપીઓએ ચોરીના પૈસાથી પાર્ટી પણ કરી હતી.
પુત્રને ચોરીની જાણ થઇ:
મળતી માહિતી મુજબ, પૂનમ ઢીલ્લોનનો પુત્ર અનમોલ 5 જાન્યુઆરીએ દુબઈથી પરત ફર્યો અને રોકડ અને કિંમતી સામાનની તપાસ કરી ત્યારે આ ચોરીનો ખુલાસો થયો. આ દરમિયાન અનમોલને ખબર પડી કે સામાન ગાયબ છે. તેણે પૂનમ ઢીલ્લોનને આ અંગે વાત કરી. ઘરના હેલ્પર સાથે પણ વાત કરી.આ પછી પૂનમ ઢીલ્લોનના મેનેજર સંદેશ ચૌધરીએ ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રંગકામ કરવા વાળાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, સમીર અન્સારીએ કબૂલાત કરી હતી કે તેણે ચોરી કરી હતી અને પોલીસે તેને તેમની કસ્ટડીમાં લીધો હતો.
80 અને 90ના દાયકામાં લોકોના દીલ જીત્યા:
પૂનમ ઢીલ્લોન 80 અને 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકોએ પૂનમ ઢીલ્લોની ફિલ્મ સોહની મહિવાલને ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે સ્ક્રિ પર જોવા મળી હતી. પૂનમ ઢીલ્લોને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ત્રિશુલથી કરી હતી. પૂનમ ઢીલ્લોન પણ બિગ બોસનો ભાગ રહી ચૂકી છે.