મહારાષ્ટ્ર

શરદ પવારના પક્ષમાં ફરી બળવો?

આઠ સાંસદો અજિત પવારના છાવણીમાં જોડાય તેવી શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં ફરી એક વખત મોટી રાજકીય ઉથલપાથલના એંધાણ જણાઈ રહ્યા છે, શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના ઓછામાં ઓછા આઠ સાંસદો અજિત પવારમાં જોડાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાંસદો અજિત પવાર જૂથ સાથે નજીકના સંપર્કમાં છે અને તેઓ ટૂંક સમયમાં પક્ષપલટાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ રાજકીય પગલાને શરદ પવારના નેતૃત્વ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે અજિત પવારના જૂથને આ પહેલાં ચૂંટણી પંચે (ઈસીઆઈ) પહેલાં જ ‘વાસ્તવિક’ એનસીપી તરીકે માન્યતા આપી છે.


ચૂંટણી પંચના નિર્ણય પછી અજિત પવાર જૂથને પાર્ટીનું ચૂંટણી પ્રતીક અને નામ આપવામાં આવ્યું હતું, જેનાથી તેમને સત્તાવાર એનસીપીનો દરજ્જો મળ્યો હતો. જોકે, પાર્ટીના નજીકના સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે શરદ પવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતૃત્વ હેઠળના શાસક મહાયુતિ જોડાણમાં જોડાવા માટે ખુલ્લા છે.

આપણ વાંચો: જનપ્રતિનિધિઓને પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરો: શરદ પવારે લખ્યો ફડણવીસને પત્ર

નવીનતમ રાજકીય ઘટનાક્રમને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી (એમવીએ) અને વિપક્ષી ઈન્ડી ગઠબંધન માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની પાર્ટી અને મહાયુતિને પ્રચંડ વિજય મળ્યા બાદ એનસીપી-એસપીના આઠ સાંસદોએ અજિત પવારના નેતૃત્વવાળા જૂથમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

આ પહેલાં જુલાઈ 2023માં એનસીપીમાં ભાગલા પડ્યા હતા, જ્યારે અજિત પવાર અને અન્ય ઘણા પક્ષના નેતાઓ અલગ થઈ ગયા હતા અને મહારાષ્ટ્રમાં શાસક ભાજપ-શિવસેનાની યુતિ સરકારમાં જોડાયા હતા. ત્યારથી, શરદ પવારની ભાવિ યોજનાઓ વિશે અટકળો ચાલી રહી છે, કેટલાક સૂત્રો સૂચવે છે કે તેઓ મહાયુતિમાં જોડાઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button