Kutch માં બોરવેલમાં પડેલી યુવતી આખરે જિંદગીની જંગ હારી ગઈ
ભુજ: કચ્છના(Kutch)ભુજના કંઢેરાઈ ગામે ગત સોમવારે ઊંડા બોરવેલમાં પડેલી 18 વર્ષની શ્રમજીવી પરિવારની યુવતી 33 કલાક બાદ જિંદગીની જંગ હારી ગઈ છે. તેના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી
રહ્યો છે.
આ યુવતીના રેસ્ક્યુ ઓપરેશનના NDRFના 30 જવાનો તેમજ BSF,આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ 33 કલાકથી જોડાયેલી હતી. રેસ્ક્યુ દરમિયાન મૃતદેહ બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો.
આ યુવતીનું અત્યંત મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તંત્રને સફળતા મળી નહતી.
આપણ વાંચો: આશાનું કિરણ: બોરવેલમાં ખાબકેલી યુવતી 100 ફૂટના અંતરે; ટૂંક સમયમાં બહાર આવવાની આશા
યુવતી ફરી નીચે પડી હતી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ 24 કલાક વીતી ગયા બાદ યુવતીને બહાર નીકળવા માટે બસ 60 ફૂટ જ અંતર બાકી રહ્યું હતું પણ રેસ્ક્યૂના સાધનો છટકી જતાં યુવતી ફરી નીચે પડી હતી. જેના કારણે પણ તેનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની
આપણ વાંચો: 24 કલાકથી બોરવેલમાં ફસાયેલી યુવતીને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
આ બનાવની વિગતો અનુસાર ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં સોમવારે 18 વર્ષીય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. આ યુવતીનું નામ ઈન્દ્રા મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે.
વાડી માલિક રમેશ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. યુવતીના માતા-પિતા વર્ષો અગાઉ અવસાન પામ્યા હોઈ, ઇન્દ્રા તેના પિતરાઈ ભાઈ સાથે જ વર્ષોથી રહે છે.