મનોરંજન

ગોળીબાર અને ધમકી બાદ Salman Khanના ફેન્સ માટે આવ્યા મહત્વના સમાચાર…

બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને તેના મિત્રો માટે 2024નું વર્ષ ખાસ કંઈ સારું રહ્યું નથી. આ બધા વચ્ચે હવે ભાઈજાનના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બાંદ્રા ખાતે ગેલેક્સી ફાઈરિંગ અને બેક ટુ બેક ધમકીઓ મળ્યા બાદ છેલ્લાં કેટલાય સમયથી ભાઈજાન ઘરની બાલ્કનીમાં પણ નહોતા જોવા મળી રહ્યા.

સોશિયલ મીડિયા પર ભાઈજાનના બાલકનીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાનની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. જેને કારણે હવે કદાચ ઈદ પર ફેન્સને સલમાન ખાનનો દીદાર કરવાનો મોકો મળી શકે છે.

આપણ વાંચો: જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….

મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લાં કેટલાક સમયથી સલમાન ખાનના ઘરની બહાર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને હવે આ કામ પૂરું થતું જણાઈ રહ્યું છે. સલમાન ખાનની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે અને એની બાલ્કનીને કવર કરી દેવામાં આવી છે. જેને કારણે હવે સલમાન ખાનની સુરક્ષા વધારે મજબૂત બની ગઈ છે અને સલમાન રિલેક્સ મોડમાં સ્પેશિયલ ડેઝ પર ફેન્સને મળી શકે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં ફિલ્મ સિકંદરની શૂટિંગમાં વ્યસ્ત છે, જે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાનની સાથે સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ સિવાય સલમાન હાલમાં બિગ બોસ-18 પણ હોસ્ટ કરી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સલમાન ખાનને વાય પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે.

આપણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ ખાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2024માં થયેલી ફાઈરિંગની ઘટના અને ધમકીઓ બાદ સલમાનને મુંબઈ પોલીસે સુરક્ષાના કારણોસર બાલ્કની અને રસ્તા પર પડતી બારીઓમાં જવાની મનાઈ ફરમાવી હતી. પરંતુ ભાઈજાન તો ભાઈજાન છે અને તેણે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે અને ઘર અને બાલ્કની બુલેટપ્રૂફ બનાવી દીધું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button