તો આ કારણે બીગ બી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જમવા બેસે છે…!
હાલમાં ટેલિવિઝનની એક ચેનલ પર કૌન બનેગા કરોડપતિના એપિસોડ્સ આવી રહ્યા છે. તેના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે.
હોટ સીટ પર બેઠેલા સ્પર્ધક કૌશલેન્દ્ર પ્રતાપ સિંહે એક પુસ્તક પર ચર્ચા કરી હતી. આ પુસ્તક હરિવંશરાય બચ્ચનનું હતું. આ પુસ્તકમાં તેમણે કહ્યું હતું કે બચ્ચન પરિવાર હંમેશા સાથે ખાય છે અને ડાઈનિંગ ટેબલની દિશા ઉત્તર તરફ છે.
કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠા હતા. તેમણે બિગ બીને કહ્યું હતું કે તેણે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનનું એક પુસ્તક વાંચ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે તેના પરિવારના તમામ લોકો હંમેશા સાથે મળીને ભોજન કરે છે.
આપણ વાંચો: આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચન હંમેશા આ ડાઇનિંગ ટેબલ પર ઉત્તર તરફ મુખ રાખીને બેસે છે. પુસ્તકમાં લખ્યું છે કે ઉત્તર તરફ બેસીને સત્ય પ્રાપ્ત થાય છે જ્યારે હરિવંશ રાય ઈચ્છતા હતા કે અમિતાભ બચ્ચન લાંબુ આયુષ્ય જીવે.
કૌશલેન્દ્રએ બીગ બી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘તેમણે લખ્યું હતું કે, મને સત્યની જરૂર છે પરંતુ તમને (અમિતાભ) લાંબા આયુષ્યની જરૂર છે.’ હરિવંશરાયે એમ પણ લખ્યું હતું કે જ્યારે તેમણે અમિતાભને બદલે ઉત્તર તરફ મોઢું રાખીને બેસવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે બિગ બીએ તેમને કહ્યું હતું કે, ‘મારે સત્યની કિંમત પર લાંબુ આયુષ્ય નથી જોઈતું.’
નોંધનીય છે કે આયુર્વેદ અને વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે જ્યારે ઉત્તર તરફ મુખ જ્ઞાન, સત્ય અને આધ્યાત્મિક શક્તિ મળે છે. અમિતાભ બચ્ચને કહ્યું, ‘મારા પિતા હંમેશા ઇચ્છતા હતા કે હું લાંબુ આયુષ્ય જીવું. મારા માટે તેમની આ જ એક ઇચ્છા હતી.’