મહારાષ્ટ્ર

હ્યુમન મેટાન્યુમોવાયરસ: નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, એડવાઈઝરી જાહેર કરવામાં આવશે: મુખ્ય પ્રધાન ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક અન્ય રાજ્યોમાં હ્યુમન મેટાન્યુમોવાયરસ (એચએમપીવી)ના કેસ મળી આવ્યા છે, ત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં પરિસ્થિતિ અંગે વ્યાપક એવાઈઝરી જારી કરશે.

અમદાવાદ, ગુજરાતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને એચએમપીવીનો ચેપ લાગ્યો છે, જ્યારે કર્ણાટકમાં બે કેસ મળી આવ્યા છે.

બંને રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર સાથે લાગીને આવેલી છે.

આપણ વાંચો: જાણો.. HMPV વાયરસ કેટલા દેશમાં ફેલાયો, શું છે સારવાર અને રસીની સ્થિતી

કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્યના આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં પરિસ્થિતિ અંગે વ્યાપક માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

તે કોઈ નવો વાયરસ નથી. ફક્ત તે ફરીથી આવી રહ્યો છે. અમે વાયરસ અંગે ફરીથી માર્ગદર્શિકા જારી કરીશું. પરિસ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય આરોગ્ય અધિકારીઓ તેનું મૂલ્યાંકન કરવા માટે સતત એકબીજાના સંપર્કમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે એચએમપીવી પહેલેથી જ ભારત સહિત વૈશ્ર્વિક સ્તરે ચલણમાં છે અને તેની સાથે સંકળાયેલ શ્ર્વસન રોગોના કેસ વિવિધ દેશોમાં નોંધાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button