મહારાષ્ટ્રમાં સવાર સવારમાં ભૂકંપથી ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં ડરનો માહોલ છે. એવામાં આજે સવારે દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ભૂકંપના સમાચાર મળ્યા છે.
એવી માહિતી મળી છે કે પાલઘર જિલ્લામાં સોમવારે સવારે ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ગઇ હતી. એની તીવ્રતા શું હતી, કેટલા વાગે ભૂકંપ આવ્યો વગેરે માહિતી જાણીએ.
પાલઘર ભૂકંપની તીવ્રતાઃ
આપણ વાંચો: ફરી ગુજરાતની ધરા ધ્રુજી; વલસાડમાં 3.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો
આજે સવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. પાલઘરના દહાણુ તાલુકાના બોરડી, દાપચરી અને તલાસારી વિસ્તારના લોકોએ આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાઓની તીવ્રતા 3.7 હતી. જોકે, આ ભૂકંપને કારણે કોઇના જાનમાલને નુક્સાન થયું હોવાના કોઇ સમાચાર નથી.
આ પહેલા ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા, પણ તેને કારણે કોઇ જાનહાનિ કે જાનમાલને નુક્સાન નહોતું થયું. આ ભૂકંપ ગયા બુધવારે આવ્યો હતો, તેની તીવ્રતા 3.2 હતી. તેનું કેન્દ્ર ભચાઉ નજીક હોવાનું જાણવા મળ્યું હતું.