કે સિવાનને શાળાએ નોકરી આપવાની કેમ ના પાડી?
તમે ક્યારેય વિચારી શકો કે ઇસરોના પૂર્વ અધ્યક્ષને ક્યારેય નોકરીમાંથી એમ કહીને જાકારો મળ્યો હોય કે તું સાવ નકામો માણસ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT), ગોવાના દીક્ષાંત સમારોહમાં કે. સિવને પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ શેર કરતા જણાવ્યું હતું કે તેઓ વૈજ્ઞાનિક નહીં પણ શાળાના શિક્ષક બનવા માંગતા હતા અને ત્યાં પણ તેમને નોકરી આપવાની ના પાડી અને એમ કહેવામાં આવ્યું હતું કે તમે આ કામને લાયક નથી.
તેમણે જણાવ્યું હતું કે બીઇ પછી મેં નોકરી કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ નોકરી મેળવવી એ સરળ કામ નહોતું. તેથી મેં માસ્ટર્સમાં એડમિશન લીધું. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી, તે નોકરી માંગવા ISROના સેટેલાઇટ સેન્ટર ગયો. સિવાન કહે છે મને ISROના સેટેલાઇટ સેન્ટરમાંથી પણ જાકારો મળ્યો અને મને સેટેલાઇટ સેન્ટરમાં નોકરી ન મળી, પણ રોકેટ સેન્ટરમાં નોકરી મળી ગઇ અને પછી એક સમય એવો આવ્યો જ્યારે હું આ જ સંસ્થાનો પ્રમુખ બન્યો.
તેઓ યુવાઓને ખાસ સંદેશ આપવા માટે કહે છે કે મને મારી કારકિર્દીમાં જે જોઈએ છે તે ક્યારેય મળ્યું નથી. નસીબ હંમેશા અલગ દરવાજા ખોલે છે. જ્યારે GSLV (જિયોસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ)ના ડિરેક્ટર બન્યા ત્યારે તેમણે આ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ઘણા જોખમો લીધા અને આ રીતે ઈસરોના ધ્યાન પર આવ્યો. ઈસરોએ મને એવા પ્રોજેક્ટનો ડાયરેક્ટર બનાવ્યો જે 4 વખત નિષ્ફળ ગયો હતો.
જ્યારે હું GSLV પ્રોજેક્ટનો ડાયરેક્ટર બન્યો ત્યારે મારા બધા મિત્રો અને સહકર્મીઓ મને અભિનંદન આપવાને બદલે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા. તેઓ કહેતા હતા કે તમે આ ઓફર સ્વીકારી તમે ખરેખર મૂર્ખ છો. પરંતુ હું અડગ હતો કે કોઇપણ રીતે જીએસએલવી પ્રોજેક્ટને સફળ બનાવવો છે પછી કંઇ પણ થાય.
નોંધનીય છે કે સિવાનના નેતૃત્વમાં જ ભારતે ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું, જે સફળ રહ્યું ન હતું. તે સમયે સિવાનની રડતી તસવીર વાયરલ થઈ હતી. તે ઘટનાને યાદ કરતાં સિવાન કહે છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી અમે શાંતિની ના બેઠા અને બીજા જ દિવસે ચંદ્રયાન-3ની તૈયારીઓ શરૂ કરી દીધી. ઈસરોના પૂર્વ અધ્યક્ષ સિવાનનું કહેવું છે કે ચંદ્રયાન-3 પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બહુ જલ્દી મંજૂરી મળી ગઈ હતી. આપણે ચંદ્રયાન-2ની ભૂલોમાંથી શીખ્યા અને ચંદ્ર પર પણ પહોંચી ગયા.