સ્પેશિયલ ફિચર્સ

ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ના પકાવતા આ વસ્તુઓ નહીંતર…

મોટાભાગના ભારતીય રસોડામાં પ્રેશર કૂકર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રેશર કૂકરમાં ફૂડ ખૂબ જ ઝડપથી કૂક થાય છે અને એનાથી ટાઈમ અને ગેસ બંનેની બચત થાય છે. પરંતુ કેટલીક એવી વસ્તુ છે કે જેને કૂકરમાં બનાવવાની ભૂલ ના કરવી જોઈએ.

એટલું જ નહીં આ વસ્તુઓ કૂકરમાં કૂક કરવાનું અઘરું તો હોય જ છે, પણ એની સાથે સાથે તેનો સ્વાદ પણ બગડી જાય છે. આજે અમે અહીં તમને પાંચ એવી વલ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ભૂલથી પણ કૂકરમાં બનાવવાનું ટાળવું જોઈએ. આવો જોઈએ કઈ છે આ પાંચ વસ્તુઓ-

પાંદળાવાળા શાકભાજી

આપણ વાંચો: `તપેલી’ માત્ર રસોડામાં જ હોય તેવું જરૂરી નથી…

જી હા, કૂકરમાં હંમેશા પાંદળાવાળા શાકભાજી બનાવવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી શાકભાજી ખૂબ જ જલદી રંધાઈ જાય છે અને તેમાં રહેલાં પોષક તત્ત્વો પણ નાશ પામે છે.

દૂધ, ક્રીમ અને પનીર

બીજા નંબરે આવે છે દૂધ, ક્રીમ અને પનીર. જ્યારે પણ આ ત્રણેય વસ્તુને કૂકરમાં પકાવવામાં આવે છે તો તે ખરાબ થઈ શકે છે. આ વસ્તુને વધારે તાપમાન અને પ્રેશર પર પકાવવામાં આવે તો તેનો સ્વાદ પણ બગડી શકે છે.

પાસ્તા કે નૂડલ્સ

પાસ્તા અને નૂડલ્સ આજકાલ મોટાભાગના લોકોને ખૂબ જ ભાવે છે. પરંતુ તેને પકાવવાની પણ એક અલગ રીત છે. જ્યારે આ બંને વસ્તુને કૂકરમાં પકાવવામાં આવે છે તો તે ઓવરકૂક થઈ જાય છે અને સ્ટિકી થઈ જાય છે.

આપણ વાંચો: Nita Ambaniના રસોડામાં આ ખાસ ટેક્નિકથી તૈયાર રોટલી…

તળેલી વસ્તુઓ

તળેલી કે ફ્રાય કરેલી વસ્તુઓને પ્રેશર કૂકરમાં ક્યારેય ના પકાવવી જોઈએ. આને કારણે આ વસ્તુઓ ક્રિસ્પી થવાને બદલે ચિપચીપી અને સોગી થઈ જાય છે.

ફિશ

આપણે રહ્યા શાકાહારી માણસો એટલે આ ડિશ બનાવવાનો તો સવાલ આવતો જ નથી. પરંતુ ફિશને પણ પ્રેશર કૂકરને ના પકાવવી જોઈએ, કારણ કે આવું કરવાથી તે ખરાબ થઈ જાય છે અને ઠીકથી કૂક નથી થતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button