ઐશ્વર્યાને ધનુષ એક સાથે દેખાયા ને…

ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ 18 વર્ષ સાથે રહ્યા બાદ જાન્યુઆરી 2022માં અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી, આ કપલ તેમના મોટા પુત્ર યાત્રાના એક શાળાના કાર્યક્રમમાં સાથે જોવા મળ્યું હતું. તાજેતરમાં, અફવાઓ ફેલાઈ રહી હતી કે છૂટા પડી ગયેલા દંપતી વચ્ચે સમાધાન થવાની સંભાવના છે.
જો કે, તાજેતરના અહેવાલ સૂચવે છે કે તેઓ પાછા સાથે નથી અને તેમના પુત્રોને ફુલ પેરેન્ટિંગ કરી રહ્યા છે એટલે કે બન્ને માતા-પિતા તેની સાથે રહેવાની કોશિશ કરી રહ્યા છે. ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ તમિલ સિનેમાનું પ્રખ્યાત કપલ છે. ધનુષ એવોર્ડ વિજેતા અભિનેતા છે જ્યારે ઐશ્વર્યા રજનીકાંત ફિલ્મ નિર્માતા છે. તે પીઢ અભિનેતા રજનીકાંતની પુત્રી છે.
જાન્યુઆરી 2022 માં, ઐશ્વર્યા અને ધનુષે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અલગ થવાના નિર્ણયની જાહેરાત કરી. તાજેતરમાં તેમના પેચ અપના અહેવાલો આવ્યા હતા. સુત્ર અનુસાર ‘ધનુષ ઐશ્વર્યા સાથેના મતભેદોને દૂર કરી રહ્યો નથી. તેઓ અલગ થઈ ગયા છે અને જુદી જુદી દિશામાં ગયા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રજનીકાંત તેની દિગ્દર્શિત ફિલ્મ ‘લાલ સલામ’ના પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. ફિલ્મમાં વિક્રાંત અને વિષ્ણુ વિશાલ મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે રજનીકાંત પણ એક કેમિયો કરશે. શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ પોંગલ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ધનુષની વાત કરીએ તો તે ડિરેક્ટર અરુણ માથેશ્વરનની ‘કેપ્ટન મિલર’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તે હાલમાં તેની બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જે તેની 50મી ફિલ્મ છે. ધનુષ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. ધનુષ પાસે શેખર કમુલા અને અરુણ માથેશ્વરન સાથે એક-એક ફિલ્મ પાઇપલાઇનમાં છે.