Pushpa 2 : વાઇલ્ડ ફાયર નીકળી ફિલ્મ પુષ્પા- 2, 30 દિવસમાં કર્યું આટલું કલેકશન
મુંબઇ : અલ્લુ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ આજે પુષ્પા 2 ની(Pushpa 2)રિલીઝને 30 દિવસ પૂર્ણ થયા છે. આ ફિલ્મએ ઓપનિંગથી લઇને બોક્સ ઓફિસ કલેકશન સુધી અનેક રેકોર્ડ બનાવ્યા છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે માત્ર રેકોર્ડ જ બનાવ્યા નથી પરંતુ એક પછી એક ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. ફિલ્મની કમાણીના આજના પ્રારંભિક આંકડા પણ આવ્યા છે. જેમાં ફિલ્મે આજે પણ અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.
5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી આ ફિલ્મ ભારતમાં અને વિશ્વભરમાં 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. તેના એક દિવસ પૂર્વે ફિલ્મનું પેઇડ પ્રિવ્યુ પણ રાખવામાં આવ્યું હતું જે દિવસે ફિલ્મે 10.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ફિલ્મે દરરોજ કમાણી વધારી છે. પુષ્પા 2 એ 30માં દિવસે આ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા ફિલ્મે રિલીઝના 30માં દિવસે પણ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરૂખ ખાનની પઠાણે 30માં દિવસે 1.02 કરોડ અને જવાને 1.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાહુબલી 2ની 30મા દિવસની કમાણી 2.25 કરોડ રૂપિયા હતી. RRR એ પણ 2.16 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે પુષ્પા 2 એ 30મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી આ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
શ્રદ્ધા કપૂરની ફિલ્મને પાછળ છોડી શકે છે કે નહીં. આ ફિલ્મે બ્લોક બસ્ટર ફિલ્મ સ્ત્રી -2 એ 3.35 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જેનાથી પુષ્પા 2 ખૂબ પાછળ રહી છે. ફાઈનલ ડેટા આવ્યા બાદ એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આ ફિલ્મ 30મા દિવસની કમાણીમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મને પાછળ છોડી શકે છે કે નહીં. 30મા દિવસે રૂપિયા 2.05 કરોડની કમાણી કરી અલ્લુ અર્જુનની પુષ્પા 2 એ 30મા દિવસે રૂપિયા 2.05 કરોડની કમાણી કરી હતી. જે પછી તેનું કુલ કલેક્શન 1191.8 કરોડ થઈ ગયું. પુષ્પા 2 એ શરૂઆતના દિવસે 174.90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રથમ સપ્તાહમાં તેનું કલેક્શન 725.8 કરોડ રૂપિયા હતું. બીજા સપ્તાહ સુધીમાં તેમાં ઘટાડો થયો અને રૂપિયા 264.8 કરોડ સુધી પહોંચી ગયો.
આ પણ વાંચો: પુષ્પા-ટુ ની શ્રીવલ્લીનું પહેલું ઓડિશન આવું હતું…
ફિલ્મ 500 કરોડના બજેટમાં બની પુષ્પા 2 નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે 2021 માં આવેલી ફિલ્મ પુષ્પા ધ રાઇઝ બનાવી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફૈસીલ મહત્વની ભૂમિકામાં છે અને આ ફિલ્મ લગભગ રૂપિયા 500 કરોડના બજેટમાં બની છે.