આમચી મુંબઈ

માહિમમાં બેકાબૂ ટ્રેઈલર છ વાહન સાથે ભટકાયું: ત્રણ વાહન ખાડીમાં ફંગોળાયાં…

મુંબઈ: રસ્તાને કિનારે પાર્ક વાહનો સાથે બેકાબૂ ટ્રેઈલર ટકરાતાં ત્રણ વાહન ખાડીમાં ઊંધાં વળી ગયાં હોવાની ઘટના માહિમ નજીક બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પાંચ વાહનને ભારે નુકસાન થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારના મળસકે 4.45 વાગ્યાની આસપાસ ટી-જંક્શન પાસે બની હતી. પૂરપાટ દોડતા ટ્રેઈલરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેઈલર રસ્તાને કિનારે પાર્ક વાહનો સાથે ભટકાયું હતું.

આ પણ વાંચો : ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી

છ થી વધુ વાહનો સાથે ટ્રેઈલર ટકરાયું હતું, જેમાંથી ટેમ્પો અને ટૅક્સી સહિત ત્રણ વાહન ખાડીમાં ફેંકાઈ ગયાં હતાં. ટ્રેઈલર ટકરાવાને કારણે પાંચ વાહનને નુકસાન થયું હોવાનું પોલીસનું કહેવું છે.

ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેઈલર પણ રસ્તા પરથી નીચે ઊતરી ગયું હતું. ખાડીને કિનારે કાદવમાં ટ્રેઈલર અટકી ગયું હતું.
બનાવની જાણ થતાં શાહુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ, માહિમ ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખાડીમાંથી વાહનને બહાર કાઢવા માટે ટ્રાફિક પોલીસે ક્રેનની મદદ લેવી પડી હતી.

આ પ્રકરણે પોલીસે ટ્રેઈલરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો. શાહુ નગર પોલીસે તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button