સ્પોર્ટસ

IND vs AUS: સેમ કોન્સ્ટાસે બુમરાહને છંછેડ્યો, બીજા બોલ પર આપ્યો સડસડતો જવાબ, જાણો શું થયું

સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચ ભારતીય ટીમ માટે (IND vs AUS 5th Test) મહત્વની છે, સિરીઝ હારવાથી બચવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી જરૂરી છે.

આજે મેચના પહેલા દિવસે ભારતીય ટીમ(Indian Cricket Team)ની શરૂઆત નબળી રહી, સમગ્ર ટીમ 185માં ઓલ આઉટ થઇ ગઈ. પરંતુ ત્યાર બાદ કેપ્ટન જસપ્રીત બૂમરાહે (Jasprit Bumrah) ઓસ્ટ્રેલીયાના ઉસ્માન ખ્વાજાને આઉટ કરી ભારતના કમબેકની આશા જગાવી હતી, આ દરમિયાન બુમરાહ અને સેમ કોન્સ્ટાસ (Sam Konstas) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ તકરારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સ્કોટ બોલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમ માત્ર 185 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલીયાની શરૂઆત પણ ખરાબ રહી. 9 રનના ટીમ ટોટલ પર ઉસ્માન ખ્વાજા 2 રન બનાવીને આઉટ થયો.

આપણ વાંચો: IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી, જોવા મળશે નવા અંદાજમાં

દિવસના છેલ્લા બોલ પહેલા શું બન્યું:

મેચના પહેલા દિવસનો છેલ્લો બોલ, જે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની ત્રીજી ઓવરનો છેલ્લો બોલ હતો. તે પહેલા, સેમ કોન્સ્ટાસે ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને છંછેડ્યો.

બન્યું એવું કે બુમરાહે દિવસનો છેલ્લો બોલ ફેંકવા માટે રનઅપ શરૂ કર્યું, પરંતુ ઉસ્માન ખ્વાજાએ સંકેત આપ્યો કે તે તૈયાર નથી, બુમરાહ અટક્યો આ દરમિયાન નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલા સેમે કંઇક કહ્યું, જેના જવાબમાં બુમરાહ પણ તેની તરફ આગળ વધ્યો ઉગ્ર શબ્દો કહ્યા, એવું લાગતું હતું કે બંને ખેલાડીઓ ઝઘડી પડશે એવામાં અમ્પાયર વચ્ચે આવ્યા અને મામલો શાંત પડ્યો.

https://twitter.com/whyy__prince/status/1875075891363184966

બુમરાહનો જવાબ:

જો કે, જસપ્રીત બુમરાહે મનમાં બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. બુમરાહે દિવસનો છેલ્લો બોલ એવો ફેંક્યો કે ખ્વાજા સમજી ન શક્યો કે કઈ રીતે બેટ ચલાવવું. બોલ ખ્વાજાના બેટની એજને અડીને સીધો સેકંડ સ્લિપમાં ઉભેલા કેએલ રાહુલના હાથમાં ગયો.

આપણ વાંચો: વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો

બુમરાજે દિવસના છેલ્લા બોલ પર ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપીને જોરદાર સેલિબ્રેશન કર્યું. બુમરાહે ખ્વાજાને બદલે પાછળ ફરીને સેમ કોન્સ્ટાસ તરફ સેલિબ્રેશન કર્યું, અને સંકેત આપ્યો કે મારી સાથે તકરાર ન કરવી.

દિવસના અંતે ઓસ્ટ્રેલીયાનો સ્કોટ 9 રન પર 1 વિકેટ રહ્યો. સેમ કોન્સ્ટાસ 7 રન બનાવીને અણનમ છે. આવતી કાલે ઓસ્ટ્રેલિયન ખેલાડી અહીં ઇનિંગને આગળ વધારશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button