સ્પોર્ટસ

IND vs AUS 5th Test: ભારતીય બેટર્સે ફરી નિરાશ કર્યા, જાણો આજે શું શું બન્યું

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે 3જી જાન્યુઆરીથી સિડનીમાં (IND vs AUS 5th Test Sydney) શરૂ થઈ હતી. આજનો પહેલો દિવસ સંપૂર્ણ પણે ઓસ્ટ્રેલીયન ટીમના નામે રહ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. દિવસના અંત પહેલા ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 185 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 9 રન બનાવી લીધા છે.

પ્રથમ ઇનિંગમાં ભારત ભારત તરફથી સૌથી વધુ 40 રન રિષભ પંતે બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ભારતની ઇનિંગ કંઇક આવી રહી:
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમે પહેલી વિકેટ કેએલ રાહુલ (4)ના રૂપમાં ગુમાવી, જે મિચેલ સ્ટાર્કના બોલ પર સેમ કોન્સ્ટાસના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ (10) પણ સ્કોટ બોલેન્ડના બોલને ત્રીજી સ્લિપ કેચ અપાવ્યો. આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલી સંભાળીને રમ્યા, પરંતુ લંચ પહેલા ગિલ નાથન લિયોનના બોલને આગળ રમવાનો પ્રયાસ કરતી વખતે સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો. લંચ બાદ વિરાટ કોહલી પણ ફરી એકવાર ઓફ સ્ટમ્પ બોલ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. વિરાટે 69 બોલમાં માત્ર 17 રન બનાવ્યા, તે બોલેન્ડના બોલ પર બેઉ વેબસ્ટરના હાથે આઉટ થયો હતો.

Also read: IND vs AUS: રોહિતે ટીમના હિતમાં નિર્ણય કર્યો, વિરાટ સ્વાર્થી બન્યો! ફેન્સના દિલ તૂટ્યા

આ પછી પંત અને જાડેજાએ મેદાન સંભાળ્યું, પંત સારા ફોર્મમાં લાગતો હતો, પરંતુ ફરી એક વાર તે બિનજરૂરી શોટ રમવાના પ્રયાસમાં બોલેન્ડના બોલ પર કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો, તેણે 40 રણ બનાવ્યા. ત્યાર બાદ નીતીશ રેડ્ડી (0) પણ બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જાડેજા થોડી સાવધાની સાથે રમી રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્કોર 134 હતો ત્યારે તે 26 રન બનાવી આઉટ થઈ ગયો. લોઅર ઓર્ડર પર આવેલા વોશિંગ્ટન સુંદર (14), પ્રસિદ્ધ ક્રિષ્ણા (03) કંઈ ખાસ કરી શક્યા ન હતા. જ્યારે અંતમાં આવેલા કેપ્ટન જસપ્રિત બુમરાહએ કેટલાક સારા શોટ્સ રમ્યા, પરંતુ તે 22 રન બનાવી આઉટ થયો. આ સાથે ભારતની પ્રથમ ઇનિંગનો અંત આવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કને 3, પેટ કમિન્સને 2 અને નાથન લિયોનને એક સફળતા મળી હતી.

ફોલ ઓફ વિકેટ:
11-1 (કેએલ રાહુલ, 4.6 ઓવર), 17-2 (યશશ્વી જયસ્વાલ, 7.4 ઓવર), 3-57 (શુબમન ગિલ, 25 ઓવર), 4-72 (વિરાટ કોહલી, 31.3 ઓવર), 5- 120 (ઋષભ પંત, 56.4 ઓવર), 6-120 (નીતીશ કુમાર રેડ્ડી, 56.5 ઓવર), 7-134 (રવીન્દ્ર જાડેજા, 62.4 ઓવર), 8-148 (વોશિંગ્ટન સુંદર, 65.6 ઓવર), 168 (પ્રસિદ્ધ કૃષ્ણ, 68.2 ઓવર), 10-185 (જસપ્રિત બુમરાહ, 72.2 ઓવર)

ઓસ્ટ્રેલીયાની ઇનિંગ:
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે ટીમને પ્રથમ સફળતા અપાવી, તેણે ઉસ્માન ખ્વાજાને 2 રનના સ્કોર પર આઉટ. આ વિકેટ ઝાટકીને બુમરાહે સેલિબ્રેશન કર્યું હતું, આ દરમિયાન સેમ કોન્સ્ટાસ સાથે બોલચાલ થઇ હતી. ખ્વાજાના આઉટ થયા પહેલા એક બોલ પહેલા કોન્સ્ટન્સે બુમરાહ સાથે દલીલ કરી હતી, જેને કારણે બુમરાહ રોષે ભરાયો હતો અને વિકેટ લીધા બાદ ઉગ્રતા સાથે ઉજવણી કરી હતી. ડે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 9 રન બનાવી લીધા છે. હવે આવતીકાલે ફરી એકવાર કેપ્ટન બુમરાહ પાસેથી શાનદાર બોલિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button