ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT)202-25ની અંતિમ મેચ સિડનીમાં (IND vs AUS 5th Test)ચાલી છે. રોહિત શર્માએ આ મેચમાં આરામ લીધો છે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી, ટોપ ઓર્ડર ફરી ફેલ રહ્યું. માત્ર 72 રનના સ્કોર પર ભારતે તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ફરી ફેલ રહ્યો, તે ફરી એજ ભૂલ કરીને આઉટ થયો.

ધીમી ઇનિંગ રમી:
વિરાટે ધીમી બેટિંગ કરી હતી, તે 69 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. સ્કોટ બોલેન્ડે તેને ચોથી વખત આઉટ કર્યો હતો. કોહલી પોતાની 123 મેચની કારકિર્દીમાં પ્રથમ વખત આટલા બોલ રમ્યા બાદ બાઉન્ડ્રી ફટકાર્યા વિના આઉટ થયો હતો. વિરાટ તેણે આગાઉ કરેલી ભૂલોથી શીખી નથી રહ્યો, તેણે ફરી એજ રીતે વિકેટ ગુમાવી.

ઓસ્ટ્રેલિયન બોલરોનો પ્લાન:
ઓસ્ટ્રેલિયાની ટીમે આ સમગ્ર સિરીઝમાં વિરાટની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરો એક ખાસ પ્લાન સાથે તેની સામે બોલિંગ કરી રહ્યા છે અને વારંવાર વિરાટ કોહલીને બહાર જતા બોલ પર જ આઉટ કરી રહ્યા છે. પરંતુ વિરાટ અગાઉ કરેલી ભૂલથી કશું શીખ્યો નહીં. ઓસ્ટ્રેલિયામાં વિરાટ છેલ્લી 29 વખતમાંથી 28 વખત કેચ આઉટ થયો છે અને એક વખત રન આઉટ થયો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે.

ભારતની નબળી શરૂઆત:
ભારતીય ટીમને પહેલો ઝટકો 5મી ઓવરમાં લાગ્યો હતો. કેએલ રાહુલ 4 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ 8મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. સ્કોટ બોલેન્ડે બીજા જ બોલ પર વિરાટ કોહલીને લગભગ આઉટ કરી દીધો હતો. બોલ બેટની એજ પર અડીને સ્લિપમાં ગયો, સ્ટીવ સ્મિથે ડાઇવ કરીને બોલને ઉછાળ્યો, માર્નસ લાબુશેને કેચ પકડી લીધો હતો. થર્ડ અમ્પાયરને લાગ્યું કે જ્યારે સ્મિથે બોલ ઉછાળ્યો ત્યારે તે જમીન પર અથડાઈ ગયો હતો. આ રીતે વિરાટ બચી ગયો.

Also read: IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’

આ પછી વિરાટ કોહલી સાવધાનીથી રમ્યો. તે લંચ સુધી ક્રીઝ પર રહ્યો, શુભમન ગિલે પ્રથમ સેશનના છેલ્લા બોલ પર તેની વિકેટ આપી દીધી. તેણે 64 બોલમાં 20 રન બનાવ્યા હતા. નાથન લિયોનને વિકેટ મળી હતી. લંચ બાદ વિરાટ કોહલી આઉટ થયો હતો. ફરી એકવાર બોલ તેના બેટની એજ પર અડ્યો અને સ્લિપમાં બેઉ વેબસ્ટરે કેચ પકડી લીધો. વિરાટે ફરી એક વાર ચાહકોને નિરાશ કર્યા. તેણે 69 બોલમાં 17 રન બનાવ્યા હતા, તેણે એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. 123 મેચ અને 209 ઈનિંગ્સની કારકિર્દીમાં પ્રથમ વખત વિરાટ આટલા બોલ રમ્યા બાદ બાઉન્ડ્રી ફટકારી શક્યો ન હતો.

https://twitter.com/StarSportsIndia/status/1875035143137853928

વિરાટ કોહલી Vs સ્કોટ બોલેન્ડ:
આ સિરીઝમાં વિરાટ કોહલી સ્કોટ બોલેન્ડ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 6 ઇનિંગ્સમાં સ્કોટના 98 બોલમાં 32 રન બનાવ્યા છે અને 4 વખત આઉટ થયો છે. દરેક વખતે તે સ્લિપમાં કેચ આઉટ થયો અથવા વિકેટકીપરના ગ્લવ્ઝમાં કેચ આપ્યો. ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ પર વરાટે 5 મેચની 8 ઇનિંગ્સમાં 26.29ની એવરેજથી 184 રન બનાવ્યા છે. તે 7 વખત આઉટ થયો છે. વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એક સદી ફટકારી છે. તે સદી સિવાય તે અન્ય કોઈ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button