મોર્ડન ટ્રેન્ડઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ‘આઈડેન્ડિટી’ ફિલ્મનો રિવ્યૂ વાઈરલ
ચેન્નઈઃ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવા વર્ષની શરૂઆત ઘણી સારી સાબિત થઈ રહી છે. વર્ષના બીજા દિવસે મલયાલમ મૂવી ‘આઇડેન્ટિટી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થયા પછી એના રિવ્યૂ આવતા હોય છે.
પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં દર્શકો ફિલ્મ જોતી વખતે જ સોશિયલ મીડિયા પર રિવ્યૂ શેર કરતા હોય છે. ઘણા દર્શકોએ ટ્વિટર પર ફિલ્મ ‘આઇડેન્ટીટી’નો રિવ્યૂ શેર કર્યો હતો. ચાલો જાણીએ કે તેમના દ્રષ્ટિકોણથી આ ફિલ્મ કેવી છે.
એક યુઝરે ફિલ્મ વિશે લખ્યું કે સ્ટોરીલાઈન શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ધમાકેદાર છે. ત્રણેય કલાકારોની એક્ટિંગ પણ સારી છે. બીજા યુઝરે લખ્યું હતું કે ફિલ્મનો પહેલો ભાગ સારો છે. તમામ કલાકારોનો અભિનય પણ જોરદાર છે.
આપણ વાંચો: આ બોલિવઊડ મૂવીઝ સમજાવે છે જીવનમાં માતાનું મૂલ્ય…
એ જ રીતે, ઘણા દર્શકોએ પ્રથમ ભાગ પછી જ ફિલ્મનો રિવ્યુ શેર કરી તેને શાનદાર ગણાવ્યો છે. મોલીવુડ બોક્સ ઓફિસ નામના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે ફિલ્મની શરૂઆત ધીમી છે, પરંતુ ફિલ્મ જકડી રાખે છે.
ફિલ્મમાં ટોવિનો થોમસ લીડ રોલમાં છે. સાથે તૃષા કૃષ્ણન અને વિનય રાય પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ અખિલ પોલ અને અનસ ખાને લખી અને નિર્દેશિત કરી છે. ફિલ્મની વાર્તા એક મર્ડર અને તેના સાક્ષીઓની આસપાસ ફરે છે.
આ રહસ્યમય હત્યાની એકમાત્ર સાક્ષી તૃષા કૃષ્ણન છે. તેના કહ્યા પ્રમાણે બનાવેલા સ્કેચના આધારે ટોવિનો થોમસ, જે પોલીસ અધિકારીના રોલમાં છે અને હત્યારાની શોધમાં નીકળે છે.