રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવતીની છેડતી કરનારા ચાર જણની ધરપકડ
રાજકોટ: રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાત્રે અમુક શખ્સોએ નકલી પોલીસ બનીને એક યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી છેડતી અને લૂંટની ઘટનાને અંજામ આપી હતી. ચાર જેટલા શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી લૂંટ કરી હતી અને બાદમાં પરિવારજનોને ફોન કરી ખંડણીની માંગણી કરી હતી.
જો કે બાદમાં પરિવારજનોએ ત્યાં આવવાનું કહેતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે.
પાર્ટીથી આવતા યુગલને બતાવી પોલીસની ઓળખ
આપણ વાંચો: મોરબીમાં વિદ્યાર્થિનીની છેડતી કરવાના કિસ્સામાં ટ્યુશન ક્લાસનો સંચાલક ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની લોકોને રંજાડતા 4 આરોપીઓની યુનિવર્સીટી પોલીસે ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગત 31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે એક યુગલ રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાનગી હોટલમાંથી પાર્ટી કરી તેના ઘરે પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન 4 ઈસમો એક કારમાં હોટેલ નજીક આવી યુગલને રાજકોટ પોલીસની ઓળખ આપી પૂછપરછના બહાને અપહરણ કરી ત્યાં જ નજીક આવેલ અવધ રોડ પાસે અવાવરૂ જગ્યામાં લઈ ગયા હતા..
લૂંટ કરી નાસી છૂટયા આરોપી
અવધનાં ઢાળ બાજુની અવાવરુ જગ્યાએ લઈ જઈને યુગલ પાસેથી આઇડી પ્રૂફ વગેરે માંગ્યા હતા તેમજ યુવક પાસેથી રૂપિયા 1700ની લૂંટ ચલાવી વધુ પૈસા માટે યુવકના પિતાને ફોન કરીને ખંડણીની માંગ કરી હતી.
આપણ વાંચો: સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનારો ઝડપાયો, CCTV માં કેદ થઈ હતી ઘટના…
જો કે આ દરમિયાન યુવક સાથે રહેલ યુવતીની પણ છેડતી કરવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં યુવકના પિતાએ ત્યાં આવવાનું કહેતા આ કામના ચારેય આપીઓ વિપુલ મેતા,અલ્પેશ મકવાણા,પરિમલ સોલંકી અને વિજય સોલંકી ત્યાંથી નાસી છૂટયા હતા.
4 આરોપીની ધરપકડ
આ બાદ યુગલને શંકા જતાં સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જેલમાં મિત્રતા થયેલ 4 આરોપીની બનાવમાં સામલે કાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.