શુભમન ગિલ સહિત 4 ક્રિકેટરોની થઈ શકે છે ધરપકડ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના (India Tour of Australia 2024-25) પ્રવાસે છે. સીરિઝમાં 2-1થી પાછળ ભારતીય ટીમ માટે વધુ એક મુસીબત આવી શકે છે. ભારતના 4 ક્રિકેટરો ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે (CID Crime Branch) સમન્સ મોકલ્યું છે. આ ચાર ક્રિકેટરોના નામ શુભમન ગિલ, રાહુલ તેવટીયા, મોહિત શર્મા અને સાઇ સુદર્શન છે. 450 કરોડની ચિટ ફંડ કૌભાંડમાં તેમની ધરપકડ થઈ શકે છે.
તપાસ એજન્સીઓ દ્વારા ગુજરાતમાં બીઝેડ ગ્રુપના (BZ Scam) ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendra Zala) પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી છે. તેણે ખુલાસો કર્યો કે આ ચાર ક્રિકેટર્સે રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી.
તપાસ અધિકારીઓ મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (Indian Premier League) ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) કેપ્ટનશિપ કરનારા શુભમન ગિલે આ પોન્ઝી સ્કીમમાં 1.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય 3 ક્રિકેટરોએ તેનાથી ઓછી રકમનું રોકાણ કર્યું હતું. સીઆઈડી અધિકારીઓએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએની પણ ધરપકડ કરી છે.
આપણ વાંચો: 2 હજાર કરોડનું એસટી કૌભાંડ
સોમવારથી સતત પાડવામાં આવી રહી છે રેડ
એક રિપોર્ટ પ્રમાણે, જો સીએ આ મામલે દોષિ જાહેર થશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. ઝાલા પાસે રહેતી એકાઉન્ટ બુક અને ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ બુકને સીઆઈડીના અધિકારીઓ દ્વારા તેમના કબજામાં લેવામાં આવી છે અને સોમવારથી સતત અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે.
આપણ વાંચો: BZ કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: 11,000 લોકોનું રોકાણ અને 3 ક્રિકેટર સામેલ…
કૌભાંડનો આંકડો કેટલો?
અધિકારીઓએ પહેલા ખુલાસો કર્યો કે ઝાલાએ 6000 કરોડનું કૌભાંડ કર્યું છે પરંતુ બાદમાં આ રકમ ઘટીને 450 કરોડ થઈ ગઈ હતી. અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ઝાલા જે એકાઉન્ટ બુકની જે દેખ રેખ રાખતો હતો તેને પણ સીઆઈડી યુનિટે પોતાના કબજામાં લીધી છે. તેમાં 52 કરોડ રૂપિયાના વ્હાવહારો મળી આવ્યા છે. તપાસ મુજબ કુલ રકમ 450 કરોડ આંકવામાં આવી છે અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ આંકડો વધી શકે છે.