નેશનલ

‘ચેતના’ હારી ગઈઃ 10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢી પણ…

જયપુરઃ રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડેલી બાળકીને 10 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને કોટપૂતલી જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તપાસ કરીને મૃત જાહેર કરી હતી.

કિરતપુરાના બડિયાલી કી ઢાણીની રહેવાસી ચેતના 23 ડિસેમ્બરે રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. તે 700 ફૂટ ઊંડા બોરવેલમાં 170 ફૂટ પર ફસાઈ હતી. જેમ તેમ કરીને તેને 120 ફૂટ પર લાવવામાં આવી હતી. ચેતનાને બોલવેલમાં પડ્યાના 10 દિવસ બાદ બહાર કાઢવામાં આવી હતી.

આપણ વાંચો: SAD NEWS: મધ્ય પ્રદેશમાં ૧૦ વર્ષના બાળકનું બોરવેલમાં પડતા મોત…

રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલા કર્મચારીઓએ કહ્યું, જે બોરવેલ હતો તેમાં ધીમે ધીમે બાળકીને ઉપર લાવવામાં આવી રહી હતી. જ્યાં બાળકી ફસાઈ હતી ત્યાં સુધી પથ્થરો કાપવામાં આવ્યા હતા.

બાળકી જ્યાં ફસાઈ હતી ત્યાં બોરવેલ નમેલો હતો. જેના કારણે ખડકો કાપવામાં આવ્યા. આ ખૂબ જટિલ ઓપરેશન હતું. તેમાં પરેશાની આવતી હતી. અંતે બાળકી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બીજો બોરવેલ બનાવ્યો હતો. વરસાદના કારણે વેલ્ડિંગમાં મુશ્કેલી આવતી હતી.

આપણ વાંચો: પતંગ લૂટવાની હોડમાં માસૂમ બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું, શું પોલીસ તેનો જીવ બચાવી શકશે?

બાળકીને કાઢ્યા બાદ જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોને તેને તપાસીને મૃત જાહેર કરી હતી. પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. બોરવેલમાં પડ્યા બાદ છેલ્લા નવ દિવસથી તેની કોઈ મૂવમેન્ટ નહોતી. બાળકીના મોતને લઈ પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. તેની માતાનું આક્રંદ જોઈ માહોલ પણ ગમગીન થઈ ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button