નેશનલ

26/11 મુંબઈ આતંકી હુમલામાં તહવ્વુર રાણાની શું હતી ભૂમિકા? જાણો કનેક્શન

નવી દિલ્હીઃ મુંબઈમાં 2008માં 26 નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર થયું છે. કોર્ટે જણાવ્યું હતું કે રાણા તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો, અને તેને ભારતને પ્રત્યર્પણ કરવું જોઈએ.

તહવ્વુર રાણાની 26/11 મુંબઈ આતંકી હુમલામાં શું ભૂમિકા હતી

મુંબઈ પોલીસે 26/11 આતંકી હુમલા સંબંધે ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યુ હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તથા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે.

ચાર્જશીટમાં રાણા પર ર6/11ના હુમલામાં માસ્ટર માઇન્ડ ડેવિડ કોલમેન હેડલીની મદદ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈમાં ક્યાં ક્યાં હુમલા કરવાના છે, તે જગ્યાની રેકી તહવ્વુર રાણાએ કરી હતી અને એક માળખું તૈયાર કરી પાકિસ્તાની આતંકીઓને સોંપી દીધું હતું.

આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…

ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો તહવ્વુર રાણા

તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર 2009માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી.

હેડલીને અમેરિકન કોર્ટે 24 જાન્યુઆરી, 2013ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને 35 વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ 5 વર્ષ અભ્યાસ કર્યો હતો.

પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ 26 નવેમ્બર, 2008ના રોજ નિશાન બનાવ્યું હતું.

આપણ વાંચો: Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી

પાકિસ્તાનથી આવેલા 10 આતંકીએ મુંબઈને હચમચાવ્યું

લશ્કરના 10 આતંકી મોટી માત્રામાં દારૂ ગોળો, હથિયાર લઈને 26 નવેમ્બર, 2008ના રોજ દરિયાના રસ્તે મુંબઈમાં ઘૂસ્યા હતા. તેમણે મુંબઈમાં 9 જગ્યાએ હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ 28 નવેમ્બરની સવાર સુધી તાજ હોટલને છોડીને તમામ જગ્યા સુરક્ષિત કરી લીધી હતી.

તાજ હોટલમાં છુપાયેલા આતંકીઓને ખતમ કરવા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની મદદ લેવામાં આવી હતી. એનએસજીએ 29 નવેમ્બરે ઓપરેશન બ્લેક ટોરનેડો લોન્ચ કર્યું હતું. જે તાજ હૉટલમાં છુપાયેલા આતંકીના ખાતમા સાથે પૂરું થયું હતું. આ હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોના મૃત્યુ થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઓક્ટોબર 2009માં શિકાગો એરપોર્ટ પરતી હેડલની ધરપકડ બાદ અમેરિકન પોલીસે તહવ્વુર રાણાની પણ ધરપકડ કરી હતી. 2011માં શિકાગોની કોર્ટે મુંબઈ હુમલા માટે લશ્કર-એ-તૈયબાને લોજિસ્ટિક સપોર્ટ ઉપલબ્ધ કરાવવા અને એક ડેનિશ અખબારની ઓફિસ પર હુમલો કરવાના કાવતરામાં દોષિ માન્યો હતો. ડેવિડ કોલમેન હેડલીએ કેસના ટ્રાયલ દરમિયાન કોર્ટે જણાવ્યું કે, જુલાઈ 2006માં તહવ્વુર રાણાને મળવા શિકાગો ગયો હતો. ત્યારે રાણાએ તેને મુંબઈ મિશન અંગે જણાવ્યું હતું.

આપણ વાંચો: આતંકી હુમલાની દહેશત, 15 ઓગસ્ટે VVIPની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીની મદદથી તેની ફર્મ ફર્સ્ટ વર્લ્ડ ઈમીગ્રેશન સર્વિસની એક બ્રાંચ મુંબઈમાં સ્થાપી હતી. આ ફર્મની મદદથી હેડલીને ભારતમાં 5 વર્ષના બિઝનેસ વીઝા મળ્યા હતા.

બાદમાં હેડલીએ મુંબઈના વિવિધ સ્થળોની રેકી કરી હતી. 2011માં એનઆઈએ મુંબઈ 26/11 આતંકી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા તહવ્વુર રાણા સહિત 9 લોકો સામે આરોપનામું દાખલ કર્યું હતું દિલ્હીની સેશન્સ કોર્ટે 2014માં આ લોકો સામે બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને એનઆઈએ દ્વારા તેમનો ભાગેડુ તરીકે ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button