નવા વર્ષે બનશે ગજકેસરી અને માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રની જેમ જ વૈદિક જ્યોતિષમાં પણ વિવિધ યોગનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિવિધ યોગની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આવા જ બે યોગ વિષે આજે આપણે અહીં વાત કરીશું.
વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ અને ગજકેસરી રાજયોગનો ઉલ્લેખ જોવા મળે છે અને જેની પણ કુંડળીમાં આ યોગ હોય તેને સુખની પ્રાપ્તિ થાય છે અને ધનલાભ પણ થાય છે. તમારી જાણ માટે કે નવા વર્ષમાં જાન્યુઆરી, 2025માં ગજકેસરી અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે.
મળી રહેલી માહિતી પ્રમાણે ગજકેસરી રાજયોગ ચંદ્રમા અને ગુરૂની યુતિથી બનશે, જ્યારે માલવ્ય રાજયોગ શુક્ર ગ્રહના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરતાં જ બની રહ્યો છે. આ બંને રાજયોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મીનઃ
મીન રાશિના જાતકો પર ગજકેજસરી અને માલવ્ય રાજયોગ લાભદાયક સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વ નિખરી ઉઠશે. તમારી કાર્યશૈલી સુધરશે. વૈવાહિત જીવન સુખદ રહેશે. સામાજિક વર્તુળ વધશે. દરેક કામમાં જીવનસાથીનો સાથ-સહકાર મળશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે માલવ્ય અને ગજકેસરી યોગ શુભ સાબિત થશે. આ બંને યોગને કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે. આવકના નવા નવા સ્રોત બનશે. વેપારીઓ નવા વર્ષમાં પોતાના વિરોધીઓ સામે મજબૂત બનશે અને નવા વિચારો પર કામ કરવાનું શરૂ કરશે, જેનાથી વેપારમાં પ્રગતિ થશે. સાથે આ દરમિયાન તમારા નવા-નવા લોકો સાથે સંબંધ બનશે, જેને કારણે તમને ભવિષ્યમાં લાભ થશે.
કુંભઃ
ગજકેસરી અને માલવ્ય રાજયોગનું નિર્માણ કુઁભ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થશે. તમારી ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. નવા પરિણીત લોકોના જીવનમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. કુંવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. તમે વિચારેલી તમામ યોજનાઓ સફળ થશે.