મનોરંજન

કાજોલ અને અજય દેવગને પરિવાર સાથે આ રીતે ઉજવ્યું નવું વર્ષ

દેશ અને દુનિયાએ વર્ષ 2024ને અલવિદા કહ્યું છે અને નવા વર્ષ 2025ને પૂરા ઉત્સાહ સાથે આવકાર આપ્યો છે. નવા વર્ષના આગમનનો ઉત્સાહ બોલિવૂડમાં પણ જોવા મળ્યો હતો. બોલિવૂડ કલાકારોએ પણ ધમાલ મસ્તી અને મોજમજા સાથે પાર્ટી કરીને નવા વર્ષના આગમનને વધાવ્યું છે. બોલિવૂડ કલાકાર કાજોલ અને અજય દેવગણે પણ 2024ને કંઇક ખાસ રીતે અલવિદા કહ્યું હતું અને તેમના ચાહકોને નવા વર્ષ 2025ની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ પરિવાર સાથે ઉજવણીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કાજોલે તેના પતિ અજય દેવગન, પુત્ર યુગ અને નણંદ સાથે નવા વર્ષની ઉજવણીની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અજયની માતા, અભિનેત્રી ઈશિતા દત્તા અને તેના અભિનેતા પતિ વત્સલ સેઠ પણ તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીના ફોટા પોસ્ટ કરતા કાજોલે લખ્યું હતું કે, કાજોલે કેપ્શનમાં લખ્યું, ‘અને આ જ અંત છે. ચોક્કસપણે આ કોઈપણ ફિલ્મના અંત કરતાં વધુ સારો છે. આવનાર વર્ષ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારા ઘરે મહેમાનો આવતા રહે, તમારું ટેબલ ભોજનથી ભરેલું રહે. તમે બધા સખત પાર્ટી કરતા રહો અને તમારા પડોશીઓ હંમેશા મીઠી ફરિયાદ કરે કે તમારી પાર્ટીઓ કેટલી લાંબી અને મનોરંજક છે. તમે હંમેશા ખુશ રહો અને ખુશીઓ ફેલાવતા રહો.

Also read:

કાજોલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ વર્ષે રિલીઝ થયેલી શશાંક ચતુર્વેદીની થ્રિલર ફિલ્મ દો પત્તીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કૃતિ સેનન અને ટીવી એક્ટર શાહિર શેખ હતા. અજય દેવગન આઝાદ ફિલ્મમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button