એવું તે શું થયું કે અરશદ બહેનો અને માતાની હત્યા કરવા મજબુર બન્યો? વિડીયો બનાવી આપવીતી જણાવી…
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. નવા વર્ષના પહેલા જ દિવસે એક શખ્સે એક હોટેલમાં તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા (Lucknow hotel mass murder) કરી નાખી. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અરશદે તેની ચાર બહેનો અને માતાની હત્યાનો ગુનો કબૂલી લીધો છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ મુર્મુ અને વડા પ્રધાન મોદી સહીત આ નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી
આ ભયાનક હત્યાકાંડ બાદ આરોપીએ કબુલનામાનો વિડીયો શૂટ કર્યો હતો, જેમાં તેને હત્યા કરવા તરફ દોરી જતા કારણો વિષે પણ વાત કરી. વીડિયોમાં તેણે હત્યાના ગુનાનો સ્વીકાર પણ કર્યો છે. 6 મિનિટ અને 54 સેકન્ડના વીડિયોમાં અરશદે ઘણા લોકોના નામ લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. બહેનો અને માતાની હત્યા કર્યા બાદ તે તેના પિતા અને પોતાની જાતને મારવા માંગતો હતો. પરંતુ પોલીસે તેની ધરપકડ કરી છે. મોહમ્મદ અરશદે તેની બહેનો અને માતાનું ગળું દબાવીને અને હાથની નસો કાપીને હત્યા કરી.
મને કઈ થઇ ગયું તો…
આરોપી અરશદે વિડીયોમાં જણાવ્યું કે વિસ્તારના લોકો તેના પરિવારને પરેશાન કરતા હતા. તેને ડર હતો કે જો તેને કંઈ થયું તો તેની માતા અને બહેનનું શું થશે, તેથી તેણે બધાની હત્યા કરી નાખી. આ ઘટનાને અંજામ આપવામાં તેના પિતાએ પણ તેની મદદ કરી હતી. પિતા ફરાર થઈ ગયો છે. અરશદે જણાવ્યું કે તેના પિતા આત્મહત્યા કરવા ગયા હતા.
હિન્દુવાદીઓ પાસે માંગી મદદ:
વાયરલ વીડિયોમાં અરશદ કહેતો સાંભળવા મળે છે કે તેણે પોતાની કોલોનીના વસતા લોકોથી કંટાળીને આવું કર્યું છે. તે પોતાનો ધર્મ બદલવા માંગતો હતો. પરંતુ હિંદુવાદીઓએ પણ તેમની મદદ કરી ન હતી. કેટલાક લોકો તેનું ઘર છીનવીને તેની બહેનોને વેચવા માંગતા હતા.
ધર્મ પરિવર્તન કરવા તૈયારી બતાવી:
તેનો પરિવાર બદાઉનમાં રહે છે, તેણે કહ્યું કે વિસ્તારના લોકો તેને બાંગ્લાદેશી કહેતા હતા. કેટલાક લોકો તેની બહેનોને હૈદરાબાદમાં વેચવા માંગતા હતા. તેના ઘર પર પણ કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર તે તેના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો. વાયરલ વીડિયોમાં તેણે કહ્યું છે કે તેના ઘરમાં મંદિર બનાવવું જોઈએ.
પોલીસે પણ મદદ ના કરી:
વાયરલ વીડિયોમાં અરશદે કહ્યું છે કે જમીનના કાગળો હોવા છતાં તેઓ પડોશીઓ મકાનનો કબજો લેવા માંગતા હતા. તેણે અનેક વખત પોલીસકર્મીઓની મદદ માંગી પરંતુ પોલીસકર્મીઓએ પણ તેની મદદ કરી નહીં. પછી તેણે પોતાનો ધર્મ બદલવા માટે હિંદુઓની મદદ પણ માંગી. પરંતુ કોઈએ તેની મદદ ન કરી. જેના કારણે તે પરિવાર સાથે લખનઉ આવ્યો હતો. તે ઘણા દિવસો સુધી ભટકતો રહ્યો. આ પછી તેણે તેની બહેનો અને માતાની હત્યા કરી નાખી.
મુખ્ય પ્રધાન યોગી પાસે ન્યાયની આશા:
મોહમ્મદ અરશદે પોતાના વીડિયોમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ન્યાય માટે અપીલ કરી. તેણે કહ્યું કે મારા જીવનકાળ દરમિયાન ન્યાય મળ્યો નથી, પરંતુ મારા મૃત્યુ પછી ચોક્કસ ન્યાય મળવો જોઈએ.
આ પણ વાંચો : New Rules 2025 : દેશમાં આજથી નાણાંકીય વ્યવહાર બાબતે લાગુ થશે નવા ફેરફાર, આ લોકોને થશે ફાયદો
આ વીડિયોમાં અરશદ તેની મૃત બહેનો તરફ કેમેરા ફેરવે છે. તેમાં તેના પિતા એક બહેનનું મોં દબાવતા જોવા મળે છે. આ ઘૃણાસ્પદ હત્યાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ ખબર પડશે.