જાણીતા નિર્દેશ અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, હકીકત શું છે જાણો?
મુંબઈઃ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે દર્શકોને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘દેવ ડી’ જેવી ઘણી ક્લાસિક ફિલ્મો આપી છે, પરંતુ હવે તેમણે એક જાહેરાત કરીને તેમના ચાહકોને ચોંકાવી દીધા છે.
અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે પોતે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે તેણે પોતાના નિર્ણયનું કારણ પણ જાહેર કર્યું અને કહ્યું હતું કે હવે ફિલ્મો બનાવવાની મજા રહી નથી, જે પહેલા હતી. અનુરાગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
તેણે કહ્યું કે તે મુંબઈ છોડીને 2025ના અંત સુધીમાં દક્ષિણમાં શિફ્ટ થઈ જશે. આ સાથે તેણે બોલિવૂડ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી અને તેની પાછળનું કારણ ટેલેન્ટ એજન્સીઓ હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: બોલો, હવે માત્ર 15 મિનિટ મળવા માટે એક લાખ રૂપિયા લેશે અનુરાગ કશ્યપ, જાણો શું છે કારણ?
ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે ટેલેન્ટેડ એજન્સી નવા કલાકારો માટે ખોટો દાખલો બેસાડી રહી છે. આ એજન્સી કલાકારોની કલાને બદલે તેમને સ્ટાર બનાવવા પર ધ્યાન વધારે આપી રહી છે. જો કોઈ તેમની અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરે તો તે પાછળ રહી જાય છે.
અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું હતું કે હવે હું કોઈ પ્રયોગ કરી શકતો નથી, કોઈ અલગ પ્રકારની ફિલ્મ બનાવી શકતો નથી, કારણ કે હવે બધું પૈસા પર આવીને અટકી જાય છે. પ્રોડ્યુસર્સ પણ માત્ર નફો અને માર્જિન વિશે જ વિચારે છે. ફિલ્મ શરૂ થઈ નથી કે વિચારવાનું શરૂ થાય છે કે તેને કેવી રીતે વેચશે.
આપણ વાંચો: આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર
અનુરાગ કશ્યપે આગળ કહ્યું હતું કે ‘મંજુમ્મલ બોયઝ જેવી ફિલ્મો ત્યાં સુધી બની શકે નહીં જ્યાં સુધી તેઓ તેની રિમેક બનાવવાનું વિચારતા રહે. હવે તેમની વિચારસરણી એવી છે કે જે ફિલ્મ સફળ થઈ હોય એની રીમેક બનાવવી, નવું કંઈ કરવું નથી.
અનુરાગ કશ્યપ ટેલેન્ટ એજન્સી પર કેમ ગુસ્સે ?
‘જ્યારે કોઈ ફિલ્મ બને છે, ત્યારે ટેલેન્ટ એજન્સીઓ પહેલા અભિનેતાને સ્ટાર બનાવવાનું શરૂ કરે છે. તેમના મગજમાં ખોટી વાતો ભરે છે. તેમને કહેવામાં આવે છે કે સ્ટાર બનવા માટે તેમને શું કરવું પડશે.
તેઓ કલાકારોને વર્કશોપમાં નથી મોકલતા, પણ જિમમાં મોકલે છે. હવે બધું ગ્લેમ-ગ્લેમ છે, આજે દરેક વ્યક્તિ મોટો સ્ટાર બનવા માંગે છે. તેથી, કંટાળીને મેં આવતા વર્ષ સુધીમાં મુંબઈ છોડીને દક્ષિણમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે.