ATCની સતર્કતાને કારણે મોટી પ્લેન દુર્ઘટના ટળી, ખેલાડીઓના જીવ બચ્યા
2024નું વર્ષ હવાઇ પ્રવાસી઼ઓ માટે કંઇ સારું રહ્યું નથી, ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોમાં વિમાન હોનારતોનો સિલસિલો જ જાણે કે ચાલુ થઇ ગયો છે. ડિસેમ્બર મહિનામાં જ ત્રણેક હવાઇ દુર્ઘટના થઇ છે, જેમાં સેંકડો પ્રવાસી માર્યા ગયા છે. હવે એક બીજી પ્લેન દુર્ઘટના સર્જાતા રહી ગઇ હોવાના સમાચાર જાણવા મળ્યા છે અને તેમાં સવાર ખેલાડીઓના જાન બચી ગયા હતા. અમેરિકાના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના પણ ટળી હતી. ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈ જતું વિમાન એરપોર્ટ પર બીજા વિમાન સાથે અથડાતા સહેજમાં ચૂકી ગયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બંને પ્લેન એકબીજાની નજીક આવે છે ત્યારે એક એર ટ્રાફિક ઓફિસર “સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ” બૂમો પાડે છે. જેના પગલે વિમાનને ટક્કર ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
Also read: અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં બેના મોત
હકીકતમાં ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઇને જતું એમ્બ્રેર E135 જેટ જ્યારે ઉડાન ભરવાનું હતું ત્યારે લાઇમ એરની ફ્લાઇટ 563એ બીજા રનવે પરથી ટેક ઑફ કરવાનું ચાલું કર્યું, જેને કારણે બે વિમાન અથડાવાનું જોખમ વધી ગયું હતું. જોકે, એર ટ્રાફિક કંટ્રોલરની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. એર ટ્રાફિકમાં નાના ગણાતા નિર્ણયો પણ મોટા અકસ્માતોને અટકાવી શકે છે આ ઘટના બાદ FAA આ મામલાની તપાસ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય અને હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવી શકાય. હાલમાં જ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 179 લોકોના મૃત્યુ થયા હતા.