મનોરંજન

મોટી બહેન સફળ, નાની બહેન નિષ્ફળઃ 46 વર્ષની અભિનેત્રી છે સિંગલ, પહેચાન કૌન?

મુંબઈઃ બોલીવુડની ચુલબુલી ગર્લ તરીકે જાણીતી કાજોલે લગ્ન કર્યા પછી પણ ફિલ્મ હોય કે ઓટોટીને છોડ્યું નથી. પતિ અજય દેવગણ પણ ફિલ્મો કરવાનું ચાલુ છે, જ્યારે દીકરી પણ આગામી વર્ષોમાં ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવે તો નવાઈ રહેશે નહીં, પરંતુ કાજોલની નાની બહેન ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળ રહ્યા પછી પણ ચર્ચામાં અચૂક રહે છે.

અલબત્ત, અભિનેત્રી કાજોલે પોતાની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ‘અંજલિ’ જેવા તેમના ઘણા પાત્રો એટલા જાણીતા થયા હતા કે લોકો આજે પણ તેને યાદ કરે છે.

આપણ વાંચો: સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?

પરંતુ જ્યારે કાજોલની બહેને ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે આવું કંઈ ન થયું. તનિષા મુખરજી ઈન્ડસ્ટ્રી અને લોકોના દિલ પર રાજ કરી શકી નથી. ફિલ્મો સિવાય તે ‘બિગ બોસ’ જેવા શોમાં પણ જોવા મળી હતી. તે ઘણા સંબંધોમાં પણ હતી. પણ હજુ સિંગલ છે.

તનિષાએ વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ‘Ssshhh…’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે નીલ એન નિક્કી, સરકાર અને ‘ટેંગો ચાર્લી’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તેના પાત્રો લોકોના દિલોદિમાગ પર જાદુ ન કરી શક્યા. કાજોલ, અજય દેવગન, રાની મુખરજી જેવા ઘણા લોકો તેમના પરિવારમાંથી છે. પરંતુ તેમ છતાં તનિષાને તેનો કોઈ લાભ ન મળ્યો.

એક ઇન્ટરવ્યૂમાં તનિષાએ કહ્યું હતું કે તેમના પરિવારના ઘણા લોકો ઈન્ડસ્ટ્રીમાં છે, પરંતુ તેમ છતાં તે નિષ્ફળ ગઈ. પરિવારવાદ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘પરિવારવાદ એ બકવાસ છે. આ એક ફેન્સી શબ્દ છે જેનો ઘણા લોકો ઉપયોગ કરે છે. જો તમે સખત મહેનત નહીં કરો તો કોઈ તમને પૂછશે નહીં.’

આપણ વાંચો: અભિનેત્રી કાજોલે ઈમોશનલ પોસ્ટ લખીને બાળકોને આપી શુભેચ્છા

‘બિગ બોસ ૭ દરમિયાન તનિષાનું નામ અરમાન કોહલી સાથે જોડાયું હતું. જોકે, ઉદય ચોપરા અને તનિષાના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. અરમાન કોહલીએ તનિષા સાથેના બ્રેકઅપની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ તનિષાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

તનિષા વર્ષો પહેલા ઉદય ચોપરાને મળી હતી. વચ્ચે જે પણ થયું, તનિષા કહે છે કે તે હજુ પણ તેની સારી મિત્ર છે. ૩ માર્ચ ૧૯૭૮ના રોજ જન્મેલી તનિષા ૪૬ વર્ષની છે. તનિષા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તે ઘણી બધી ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર ૧૦ લાખ લોકો ફોલો કરે છે. તનિષા ઝલક દિખલા જા અને ખતરોં કે ખિલાડી જેવા શોમાં પણ જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button