આવતીકાલે છે વર્ષની છેલ્લી અમાસ, તુલસી પર ચઢાવો આ ખાસ વસ્તુ, મા લક્ષ્મી થશે પ્રસન્ન…
2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને એની સાથે સાથે જ ઘણું બધું બીજું પણ છેલ્લું છેલ્લું હશે. વર્ષની છેલ્લી અમાસ આવતી કાલે એટલે કે 30મી ડિસેમ્બરના પડી રહી છે. હિંદુ પંચાગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિને પોષ અમાવસ્યા તરીકે મનાવવામાં આવે છે.
આ વખતે પોષ મહિનાની આ અમાસ સોમવારના પડી રહી છે એટલે તેને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર અમાસના દિવસે તુલસીની ઉપાસના કરવામાં આવે છે. આવો જોઈએ આ દિવસે તુલસી માતાને શું શું ચઢાવવું જોઈએ.
લાલ કલાવાઃ
સોમવતી અમાસના દિવસે તુલસીના છોડને લાલ કલાવા ચોક્કસ બાંધવો જોઈએ, આવું કરવાથી જીવનની તમામ મનોકામના પૂરી થાય છે અને શ્રીહરિ અને માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.
લાલ ચુંદડીઃ
સોમવતી અમાસલા દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચઢાવવી જોઈએ. એવું કહેવાય છે કે આ દિવસે માતા તુલસીને લાલ ચુંદડી ચઢાવવી જોઈએ. આવું કરવાથી જીવનમાં ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે.
દીપક પ્રગટાવોઃ
આ દિવસે માતા તુલસી પર કાચુ દૂધ અર્પણ કરવું જોઈએ, પરંતુ એની પહેલાં તુલસી માતા સામે દીપક પ્રજ્વલિત કરવું જોઈએ અને તેમની પૂજા-અર્ચના કરવી જોઈએ.
પીળો ધાગોઃ
સોમવતી અમાસના દિવસે એક પીળા ધાગામાં 108 ગાંઠ બાંધો અને એને તુલસીના કુંડા પર બાંધી દો અને ત્યાર બાદ માતા તુલસીને પ્રાર્થના કરો.
શ્રૃંગારનો સામાનઃ
સોમવતી અમાસના દિવસે માતા તુલસીને શૃંગારનો સામાન અર્પણ કરવો જોઈએ. અમાસના દિવસે માતા તુલસીને શૃંગારનો સામાન અર્પણ કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે.