આમચી મુંબઈ

GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?

મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટનું રવિવારે (૨૯ ડિસેમ્બર)ના રોજ સફળતાપૂર્વક લેન્ડિંગ થવા સાથે એરપોર્ટની શુભ શરૂઆત થઇ છે, તેમ કહી શકાય. ઈન્ડિગો એરલાઈન્સ (એ૩૨૦)નું એરક્રાફ્ટ મુંબઈથી ઊડ્યું અને નવી મુંબઈ એરપોર્ટના ૦૮/૨૬ તરીકે ઓળખાતા રન-વે પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. પ્લેનના સફળતાપૂર્વક લેન્ડિંગને રનવે ૦૮/૨૬ પાસે હાજર મહેમાનો અને અધિકારીઓએ હર્ષોલ્લાસથી વધાવી લીધું હતું. આ ઉપરાંત, વિમાનને પરંપરાગત વોટર સેલ્યુટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે

આજે નવી મુંબઈ માટે મહત્ત્વનો દિવસ

“નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. ‘માન્યતા ફ્લાઇટ’ની સફળતાપૂર્વક પૂર્ણતા એ એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને અમે હવે દરેક પગલા પર સલામતીને પ્રાથમિકતા આપીને એરપોર્ટને કાર્યરત કરવાની એક પગલું નજીક છીએ. અમે ડીજીસીએ અને માન્યતા ફ્લાઇટ ટ્રાયલને સફળ બનાવવામાં સામેલ તમામ એજન્સીઓના આભારી છીએ. એનએમઆઈએ માત્ર વિશ્વ-કક્ષાની ઉડ્ડયન સુવિધાઓ જ પ્રદાન નહીં કરે, પરંતુ તે પ્રદેશના સર્વાંગી વિકાસને પણ સક્ષમ બનાવશે,” એમ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ બંસલે જણાવ્યું હતું.

તમામ એજન્સીના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત

જ્યારે વિમાનનું ઉતરાણ થયું ત્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ), કસ્ટમ્સ, ઈમિગ્રેશન, સીઆઈએસએફ, સિડકો, આઇએમડી, બીસીએએસ, તેમજ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) અને અન્યના વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર હાજર હતા.

આ પણ વાંચો : …તો ફેબ્રુઆરીથી મુંબઈના દરિયામાં દોડાવાશે E-Speed Boat, શું થશે રાહત જાણો?

એપ્રિલમાં એરપોર્ટનું ઉદ્દઘાટન થઈ શકે છે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)નું ઉદ્ઘાટન ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થવાની સંભાવના છે પરંતુ સ્થાનિક ફ્લાઈટ્સ મે મહિનામાં શરુ થવાની અપેક્ષા છે. નવી મુંબઈના એરપોર્ટના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિક હળવો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તે નવી મુંબઈ ક્ષેત્રને વધતી કનેક્ટિવિટી અને વિકાસ સાથે મોટું પ્રોત્સાહન આપશે તેવી પણ અપેક્ષા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button