વેપાર

Year Ender 2024 : ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો ના સ્તરે, વર્ષ 2025માં સુધારાની આશા

મુંબઈ: વર્ષ 2024 પૂર્ણ (Year Ender 2024) થવાના આરે છે. ત્યારે અર્થવ્યવસ્થામાં મંદી અને વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતીથી રૂપિયાને અસર થઈ છે. જેમાં આ વર્ષે ડોલર સામે રૂપિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

વર્ષ 2024માં અમેરિકન ડોલર સામે રૂપિયો ત્રણ ટકા નબળો પડ્યો છે. વર્ષ 2024ના અંતમાં રૂપિયો તેની નવી ઓલ-ટાઇમ લો ની સ્થિતિએ પહોંચ્યો છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ 83.19 પ્રતિ ડોલરના સ્તરની સરખામણીએ 27 ડિસેમ્બર સુધી રૂપિયો ત્રણ ટકા તૂટ્યો છે. 27 ડિસેમ્બરે રૂપિયો પ્રતિ ડોલર 85.59 ના નીચા સ્તરે હતો.

ભારતીય રૂપિયામાં વધઘટ ઘણી ઓછી

હાલની આ સ્થિતિમાં 2025માં રૂપિયાની સ્થિતિ થોડી સારી રહેવાની આશા છે. ડોલરમાં સુધારાની અસર ઊભરતાં બજારોની કરન્સી પર પડી છે. મુખ્ય ચલણો સામે રૂપિયાના વિનિમય દરની અસર 2024માં પણ ચાલુ રહેશે. જોકે, વિશ્વની અન્ય કરન્સીની સરખામણીએ ભારતીય રૂપિયામાં વધઘટ ઘણી ઓછી રહી છે.

આપણ વાંચો: Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન, કહી આ વાત

ભારતીય રૂપિયો અન્ય કરન્સીની દ્રષ્ટિએ સ્થિર રહ્યો

આ ઉપરાંત વર્ષ 2024માં રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં કટોકટી, લાલ સમુદ્ર દ્વારા વેપારમાં વિક્ષેપ સાથે, વિશ્વના ઘણા દેશોમાં ચૂંટણીઓ સાથે, રૂપિયાના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. વિશ્વની મુખ્ય સેન્ટ્રલ બેંકો અને અન્ય વૈશ્વિક પરિબળો દ્વારા લેવામાં આવેલા પગલાઓએ માત્ર રૂપિયા-ડોલરના સ્તરને જ અસર કરી નથી પરંતુ તમામ ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં કરન્સીના વિનિમય દરોને પણ અસર કરી છે.

વાસ્તવમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો અન્ય કરન્સીની સરખામણીમાં ઓછો રહ્યો છે. યુરો અને જાપાનીઝ યેન સામે રૂપિયો નફામાં રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક ના તત્કાલિન ગવર્નર શક્તિકાંત દાસે ડિસેમ્બરમાં તેમની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં જણાવ્યું હતું કે ભારતીય રૂપિયામાં ઊભરતા બજારની કરન્સી કરતાં ઓછી અસ્થિરતા છે.

છેલ્લા બે મહિનામાં રૂપિયામાં ઝડપથી ઘટાડો થયો છે

છેલ્લા બે મહિનામાં ડોલર સામે ભારતીય ચલણમાં બે રૂપિયાનો રેકોર્ડ ઘટાડો થયો છે. 10 ઓક્ટોબરે રૂપિયો પ્રતિ ડોલર 84ના મહત્વપૂર્ણ સ્તરને પાર કરી ગયો હતો.

આપણ વાંચો: મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને જાપાન, જર્મનીથી વધુ મજબૂત બનાવવાનો કોણે કર્યો દાવો?

19 ડિસેમ્બરે, તે ડોલરની સરખામણીમાં 85 ટકાના નીચા સ્તરે વધુ નબળો પડ્યો. 27 ડિસેમ્બરના રોજ દિવસના ટ્રેડિંગ દરમિયાન રૂપિયો તેની સર્વકાલીન નીચી 85.80 પ્રતિ ડોલર પર આવી ગયો હતો. તે દિવસે રૂપિયામાં બે વર્ષમાં સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે, ડૉલર સિવાયની અન્ય વૈશ્વિક કરન્સી સાથે સરખામણી કરવામાં આવે તો યેન સામે રૂપિયો 8.7 ટકા મજબૂત થયો છે. તે 1 જાન્યુઆરીએ રુપિયા 58.99 પ્રતિ 100 યેનથી વધીને 27 ડિસેમ્બરે રુપિયા 54.26 પ્રતિ 100 યેન થયું હતું.

એ જ રીતે, 27 ઓગસ્ટથી યુરો સામે રૂપિયામાં પાંચ ટકાનો સુધારો થયો છે. 27 ઓગસ્ટે તે રુપિયા 93.75 પ્રતિ યુરો હતો, જે 27 ડિસેમ્બરે રુપિયા 89.11 પ્રતિ યુરો થયો હતો.

આરબીઆઈ રૂપિયાને મજબૂત કરવા પ્રયત્નશીલ

જો કે, તેમ છતાં સેન્ટ્રલ બેંક રૂપિયા-ડોલરના દરને સ્થિર કરવા માટે વધુ સક્રિય પ્રયાસો કરી રહી છે. ક્રૂડ ઓઈલની આયાત પર ભારતની નિર્ભરતા અને વધતી જતી વેપાર ખાધને કારણે યુએસ ડોલરની માંગ વધી છે.આરબીઆઈએ રૂપિયામાં તીવ્ર ઘટાડો રોકવા માટે સક્રિયપણે દરમિયાનગીરી કરી છે. વિદેશી મુદ્રા ભંડારના આંકડા પરથી પણ આ વાત જાણી શકાય છે.

આપણ વાંચો: ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક-કેન્દ્રિય મંત્રી મંત્રી હરદીપસિંહ પૂરી

વિદેશી મુદ્રા ભંડાર સપ્ટેમ્બરના અંતમાં યુએસ 704.89 બિલિયન ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી ઘટીને 20 ડિસેમ્બર, 2024 સુધીમાં 644.39 બિલિયન ડોલર થઈ ગયો છે.જે લગભગ છ મહિનામાં તેનું સૌથી નીચું સ્તર છે

ભારત સહિત ઘણા દેશોના વેપાર સંતુલન પર અસર

ભારતના બાહ્ય પડકારો વધુ તીવ્ર બન્યા છે કારણ કે ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ ઘટીને 4.8 ટકા થઈ ગયો છે, જેના કારણે ભારતીય નિકાસની માંગમાં ઘટાડો થયો છે. આ સિવાય પશ્ચિમ એશિયામાં તણાવ અને લાલ સમુદ્રના સંકટને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ભારત સહિત ઘણા દેશોના વેપાર સંતુલન પર અસર પડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button