ઉદ્ધવ ઠાકરે સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લેશે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બીડના સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળશે, જેમની હત્યાથી મોટો રાજકીય વિવાદ થયો છે.
ઠાકરે દલિત સોમનાથ સૂર્યવંશીના પરિવારને પણ મળશે, જેમનું પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન સંબંધી હિંસા સંદર્ભે ધરપકડ બાદ અદાલતી કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે એવી માહિતી આપી હતી કે, ‘સેના (યુબીટી)ના પ્રમુખ અનુક્રમે સોમનાથ સૂર્યવંશી અને સંતોષ દેશમુખના પરિવારોને મળવા માટે પરભણી અને બીડની મુલાકાત લેશે.’
એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર ગયા અઠવાડિયે સૂર્યવંશી અને દેશમુખના પરિવારોને મળ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પરભણીમાં સૂર્યવંશીના પરિવારની મુલાકાત લીધી હતી.
સરપંચ દેશમુખની હત્યાના સંદર્ભમાં પોલીસે અત્યાર સુધીમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના ભૂતપૂર્વ તહસીલ વડા વિષ્ણુ ચાટે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
નવમી ડિસેમ્બરે દેશમુખનું અપહરણ કરીને તેમની નિર્દયતાથી હત્યા કરવાના આરોપમાં પોલીસ ત્રણ અન્ય આરોપીઓની શોધમાં છે.
પોલીસની પ્રાથમિક તપાસ દર્શાવે છે કે દેશમુખની હત્યા બીડમાં એક પવનચક્કી કંપની પાસેથી ખંડણી વસૂલવાનો વિરોધ કરવાના તેમના પ્રયાસનું પરિણામ હતું.
દેશમુખની હત્યા બાદ ખાસ કરીને તેમના શરીરના ઈજાના નિશાનવાળા ફોટા સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થયા બાદ બીડમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
મધ્ય મહારાષ્ટ્રના પરભણી શહેરમાં દસમી ડિસેમ્બરની સાંજે રેલવે સ્ટેશનની બહાર ડો. બી. આર. આંબેડકરની પ્રતિમા પાસે કાચથી બંધ પેટીમાં રખાયેલી બંધારણની પ્રતિકૃતિ તોડવામાં આવ્યા બાદ હિંસા થઈ હતી.
ધરપકડ બાદ પરભણી જિલ્લા સેન્ટ્રલ જેલમાં સૂર્યવંશી (35)નું છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ બાદ 15 ડિસેમ્બરે રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
આપણ વાંચો: રાહુલ ગાંધી આવતીકાલે પરભણીની મુલાકાતે,સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળશે
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સૂર્યવંશીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે દલિત હતો અને બંધારણનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બીડ સરપંચ હત્યા: બાવનકુલે ધાસને ’તપાસમાં અવરોધ’ લાવવાની ટિપ્પણીઓથી દૂર રહેવા માંગે છે
મુંબઈ: બીડ સરપંચ હત્યા કેસ અંગે રાજકીય ઘર્ષણ વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ ગઈઙ મંત્રી ધનંજય મુંડે પર જાહેરમાં નિશાન સાધતા પાર્ટીના ધારાસભ્ય સુરેશ ધાસે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે.