સલમાન ખાને પરિવારના સૌથી નાના સભ્ય સાથે મનાવ્યો બર્થ-ડે, જોઈ લો કોણ છે?
મુંબઈઃ બોલીવુડના ‘ભાઈજાન’ આજે 59 વર્ષના થઈ ગયા છે. સલમાન ખાને પોતાનો 59મો જન્મદિવસ શાનદાર રીતે ઉજવ્યો. તેમના નજીકના લોકોએ આ દિવસને વધુ ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. પરિવાર અને નજીકના મિત્રો માટે મિડનાઇટ સેલિબ્રેશનનું આયોજન તેની પ્રિય બહેન અર્પિતા ખાને કર્યું હતું.
સલમાન ખાને તેના બંને ભાઈ, બહેનો અને પરિવારના બાળકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આની સાથે એક ખાસ વ્યક્તિનો પણ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: બિશ્નોઇની ધમકી વચ્ચે સલમાન ખાને કરી દુબઈ ટુરની જાહેરાતઃ આ દિવસે પરફોર્મ કરશે
ચાલો જાણીએ આ ખાસ વ્યક્તિ કોણ હતી અને સલમાન સાથે તેનો શું ખાસ સંબંધ છે. ઉજવણીનો જે વીડિયો વાઈરલ થયો છે, તેમાં સલમાનની સામે ટેબલ પર કેક રાખવામાં આવી હતી. તેમની કેક કાપ્યા પછી એક ક્યુટ છોકરી પણ કેક કાપી રહી છે અને દરેકને તેના હાથથી ખવડાવી હતી. નેવી બ્લુ ફ્લોરલ ફ્રોકમાં દેખાતી દીકરી બીજું કોઈ નહીં પણ સલમાન ખાનની ભત્રીજી આયત ખાન હતી.
આ ક્યુટ દીકરી સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માની દીકરી છે. આયત અને સલમાન ખાનનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, તેથી બંને દર વર્ષે તેમનો જન્મદિવસ સાથે ઉજવે છે. આયત તેના મામાની લાડકી છે. સલમાન પોતાનો ઘણો સમય આયત સાથે વિતાવે છે. અવારનવાર આયત સાથેના તેના વીડિયો વાયરલ થતા રહે છે. આયત ખાન પરિવારની સૌથી નાની સભ્ય છે.
આપણ વાંચો: મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
આ વીડિયો ગાયક અને સંગીતકાર સાજિદ ખાને શેર કર્યો હતો. તે સલમાન ખાનનો નજીકનો મિત્ર છે. તેણે સલમાન ખાન અને આયત માટે કેપ્શન પણ લખ્યું છે, ‘હેપ્પી બર્થડે મોટા ભાઈ સલમાન ખાન અને અમારી નાની પરી આયત.
દરેકની પ્રાર્થના તમારી સાથે રહે. ભાઈ તમારા માટે હંમેશા પ્રેમ રહેશે. આ સિવાય સલમાન ખાનની ક્લોઝ ફ્રેન્ડ યુલિયા વન્તુરે પણ એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર પોસ્ટ કરતાં તેમણે લખ્યું હતું કે ‘આયત અને સલમાન બંનેને જન્મદિવસની શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના તમને બંનેને શ્રેષ્ઠ ભેટ મળે.