પુરુષલાડકી

ફેશન : આઈ વોન્ટ ફ્રિન્જિસ લુક…

-ખુશ્બુ મુણાલી ઠક્કર

ફ્રિન્જિસ એટલે કપડાં, પડદા કે કોઈ વસ્તુ પર લગાડેલી ઝાલર. આ ઝાલર ખાસ કરીને વસ્તુને શોભા આપવા માટે લગાડવામાં આવે છે. અને મોટા ભાગે ફ્રિન્જિસ કપડાં કે કોઈ વસ્તુની કિનારી પર લગાડવામાં આવે છે. ફ્રિન્જિસ લગાડવાથી ગાર્મેન્ટને અથવા કોઈ વસ્તુમાં એક એક્સ્ટ્રા એલિમેન્ટનો વધારો થાય છે અને ઓવર ઓલ લુક આકર્ષક થાય છે.

ફ્રિન્જિસ એટલે ખુલ્લા થ્રેડ એટલે કે પાતળા કે જાડા દોરા વડે એક આખી લાંબી લેસ હોય કે જે તમે સાડી, ડે્રસ કે પડદા પર લગાડી શકો. ફ્રિનજીસની લેન્થ નાની કે મોટી હોઈ શકે. તમારા ગાર્મેન્ટને અનુરૂપ તમે ફ્રિન્જિસની પસંદગી કરી શકો. તમારા ગાર્મેન્ટને અનુરૂપ ફ્રિન્જિસનો કલર પસંદ કરી શકો એટલે કે તમારા ગાર્મેન્ટના કલરની મેચિંગ કે પછી તમારા ગારમેન્ટ કરતાં કોન્ટ્રાસ્ટ કલરમાં.

ફ્રિન્જિસનો ઉપયોગ ગાર્મેન્ટમાં, હોમ એક્સેસરીઝમાં અને ફેશન એક્સેસરીઝમાં થાય છે.ચાલો જાણીયે ફ્રિન્જિસ વાળા ગારમેન્ટ કોણ અને કઈ રીતે પહેરી શકે.

ગારમેન્ટ – ગાર્મેન્ટમાં ફ્રિન્જિસ એક અટ્રેક્ટિવ અને ફેશનેબલ લુક આપે છે .ફ્રિન્જિસ વેસ્ટર્ન ટોપ્સમાં અને ડે્રસમાં ખૂબ જ સુંદર લાગે છે. મોટાભાગે ફ્રિન્જિસ આર્મહોલ પાસે, યોકમાં કે પછી હેમલાઈનમાં લગાડવામાં આવે છે. તમે તમારા બોડી ટાઈપ અનુસાર ફ્રિન્જિસ વાળા ટોપ્સ કે ડ્રેસ પસંદ કરી શકો. જેમકે, જેઓનું શરીર સુડોળ છે તેઓ બસ્ટલાઇન પર અથવા નેકની નીચે આડી લાઈનમાં લગાડે લઈ ફ્રિન્જિસ લેસ વાળા ગારમેન્ટ પહેરી શકે.

જેઓનું શરીર ભરેલું છે તેઓ ટોપ્સ અથવા ડે્રસમાં વી શેપમાં આવેલી નેક્લાઈનવાળા ડે્રસ પહેરી શકે કે જેમાં નેક લાઈનમાં કે નેક્લાઈનથી નીચે વી શેપમાં લગાડેલી ફ્રિન્જિસ લેસવાળા ટોપ્સ કે ડ્રસ પહેરી શકે. વી શેપ નેક લાઈનથી થોડો નેરો શેપ આવશે જેથી વાઢફરે બ્રોડ નહિ લગાય.

આર્મ હોલમાં જે ફ્રિન્જિસ લેસ હોય છે તે સ્લીવ્સની બદલે હોય છે.જો તમને સ્લીવલેસ પહેરવાનો ક્ષોભ થતો હોય તો તમે આવા ટોપ્સ પેહરી શકો કે જેમાં આર્મ હોલમાં ફ્રિન્જિસ લેસનો ઉપયોગ થયો હોય કે જે તમને સ્લીવ હોવાનો આભાસ કરાવે છે અને ફેશનેબલ કપડાં પહેર્યા હોવાનો શોખ પણ પૂરો કરાવે છે.

જે ડ્રેસમાં ફ્રિન્જિસ લેયરમાં હોય તે સૌથી વધુ પ્રચલિત ડે્રસ છે. આ ડ્રેસમાં ફ્રિન્જિસની લંબાઈ 4 ઈંચથી લઈને 6 ઈંચ સુધી હોય છે. આ ડે્રસ એક ફેશન સ્ટેટમેન્ટ ડ્રેસ છે. લેયર્ડ ફ્રિન્જિસમાં ટોપ્સ પણ આવે છે કે જેમ તમે લેધર પેન્ટ સાથે પહેરી શકો. અથવા તો શિમર પેન્ટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો. ફ્રિન્જિસ વાળા ટોપ્સ કે ડે્રસ પહેરવા માટે એક ચોક્કસ પ્રકારની પર્સનાલિટીની જરૂર હોય છે. જો તમે કોન્ફિડન્ટ ન હોવ તો ફ્રિન્જિસ વાળા ટોપ્સ કે ડે્રસ ન પહેરવા.

એક્સેસરીઝ વિથ ફ્રિન્જિસ-ફેશન એક્સેસરીસમાં ફ્રિન્જિસ એક સ્માર્ટ અને સ્ટાઈલિશ લુક આપે છે. ફેશન એક્સેસરીઝ એટલે કે બેગસ, બેલ્ટ, નેકલેસ, ઇઅર રિગ, ફૂટ વેર વગેરે.ફેશન એક્સેસરીઝમાં ફ્રિન્જિસ વાળી એક્સેસરીઝ ક્યારે ઊઠીને આવે જયારે તમારો ડ્રેસ પ્લેન હોય કે પછી સોબર લુક આપતો હોય ત્યારે.

જેમકે તમે લેધર પેન્ટ સાથે મરુન કલરનું ઑફ શોલ્ડર ટોપ પહેર્યું હોય ત્યારે તમે બ્લેક નેકલેસ ફ્રિન્જિસ વાળો નેકલેસ પહેરી શકો જેથી તમારું ગળું ભરેલું લાગશે અને સ્ટેટમેન્ટ લુક પણ આવશે.તેવી જ રીતે ડાર્ક બ્લુ ડેનિમ સાથે વાઈટ ટીશર્ટ પહેર્યું હોય અને ડાર્ક બ્રાઉન કલરના બૂટ્સ પહેર્યા હોય ત્યારે ડાર્ક બ્રાઉન કલરની ફ્રિન્જિસ બેગ એક અલગ અને સ્માર્ટ લુક આપી શકે.

કેઝ્યુઅલ કોટન ક્રશ ડ્રેસ સાથે ફ્રિન્જિસ ઇઅર રિગ સારા લાગી શકે. ડેનિમ શોર્ટ્સ સાથે કોઈ પણ કલરફુલ ટી-શર્ટ પહેરી તેની સાથે ફ્રિન્જિસ વાળા ચપ્પલ્સ એક યન્ગ લુક આપશે.

હોમ એક્સેસરીઝ વિથ ફ્રિન્જિસ- હોમમાં એક્સેસરીઝ ફ્રિન્જિસ વગે અધૂરી છે. ખાસ કરીને પડદામાં ફ્રિન્જિસ એક એક્સ્ટ્રા એલિમેન્ટ એડ કરે છે. ફ્રિન્જિસને કારણે પડદા વધારે અટે્રક્ટિવ લુક આપે છે અને ઘરની શોભા વધે છે.

ઘરના સેન્ટર ટેબલ પર સિમ્પલ ટેબલ ક્લોથ ન રાખવું તેની બદલે ફ્રિન્જિસવાળું ટેબલ ક્લોથ મૂકવું. ટેબલ ક્લોથ હંમેશાં ટેબલ કરતાં થોડું વધારે મોટું હોય છે તેથી જયારે ટેબલ ક્લોથ પાથરવામાં આવે ત્યારે તે ટેબલની નીચે થોડું હેન્ગ થાય છે તેથી જો ટેબલ કલોથમાં જો ફ્રિન્જિસ હશે તો વધારે સારું લાગશે. હાઉસ પાર્ટી હોય ત્યારે સોફા સેટ પર ફ્રિન્જિસવાળા સોફા કવર પાથરી શકાય. ડાઇનિંગ ટેબલ પર સેન્ટર રનર તરીકે ફ્રિન્જિસવાળું રનર વાપરી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button