અમદાવાદ ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીનો ખુલાસો: માતા-પિતા મારપીટ કરતા હોવાનો આરોપ
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ દ્વારા કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ અરજી કરી હતી. દીકરીને મંદીરમાં ગોંધી રખાયાનો પિતાનો આક્ષેપ હતો. આક્ષેપો પર યુવતીએ વીડિયો વાયરલ કર્યો હતો, માતા-પિતાએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો હતો.
ઇસ્કોન મંદિરના પ્રવક્તાએ શું કહ્યું
આ મામલે ઇસ્કોન મંદિરના પ્રવક્તા હરેશ ગોવિંદદાસજીએ જણાવ્યું હતું કે, યુવતીઓને ઇસ્કોન સંપ્રદાયમાં રહેવાની પરવાનગી નથી અને યુવતી સાથે ઇસ્કોન મંદિરને કોઇ લેવા દેવા નથી માતા-પિતાના આક્ષેપ પાયા વિહોણા છે અને યુવતીને શોધવામાં ઇસ્કોન મંદિરે પણ મદદની બાંહેધરી આપી છે, તેની સાથે સાથે ઇસ્કોનની ગરિમાને ઠેસ પહોંચાડે તે નહીં ચલાવી લેવાય, યુવતી સાથે ઇસ્કોનના સેવકો હશે તો પગલાં લઇશું તેવું નિવેદન મંદિર તરફથી આપવામાં આવ્યું હતું.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા
યુવતીએ વીડિયોના માધ્યમથી શું ખુલાસો કર્યો
આ સમગ્ર કેસમાં યુવતીએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે, તેને કોઈ પણ દબાણ વગર પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે, અને મે મારી મરજીથી ઘર છોડયું છે, તેની સાથે-સાથે માતા-પિતા ઘરે મારપીટ કરતા હોવાનો દીકરીએ આક્ષેપ કર્યો હતો. માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રૂ. 3.62 લાખ રોકડા અને દાગીના લીધા હોવાના આક્ષેપ પણ ફગાવ્યાં હતા.