અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની(Christmas)ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાંથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે. બીજી તરફ ક્રિસમસને પગલે એરલાઈન્સના ભાડામાં તોતિંગ વધારો થયો છે. જેના કારણે વેકેશન ટ્રીપ બની મોંઘી બની છે. સામાન્ય દિવસો કરતા ક્રિસમસના દિવસોમાં ફ્લાઈટના ભાડામાં 15થી 20 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો : અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનારા 2 ગઠિયા પકડાયાં…
ફ્લાઇટ ટિકિટમાં રૂપિયા બે હજારથી વધુનો વધારો
ક્રિસમસને પગલે એરલાઈન્સના એક વ્યક્તિ દીઠ રાઉન્ડ ટ્રીપમાં રાજકોટથી ગોવાનું ભાડું રૂપિયા 9 હજાર 500થી વધી રૂપિયા11 હજાર થઈ ગયું છે. જ્યારે અમદાવાદથી દુબઇની ફ્લાઈટનું ભાડું રૂપિયા 33 હજારથી વધી રૂપિયા37 હજાર થયું છે. જ્યારે વડોદરા અને સુરતથી પોર્ટબ્લેરની ફ્લાઇટનું ભાડું રૂપિયા. 29 હજાર 500થી વધી રૂપિયા65 હજાર થયું છે
ગુજરાતીઓને ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાનું પસંદ
ટુર ટ્રિપના સંચાલકોના જણાવ્યા મુજબ કે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદથી લોકો એક અઠવાડિયા માટે ફેમિલી ટ્રીપ ઉપર અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોય છે. ટુરિસ્ટ પ્લેસમાં ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ અને નજીકના સ્થળોમાં રાજસ્થાન જવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે અને સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા અને દીવ લોકો જતા હોય છે.
આ પણ વાંચો : ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત થયા પાંચ જેટલા કરાર
ગોવાની ફ્લાઇટની ટિકિટના ભાવમાં વધારો
રાજકોટથી ગોવાની ફ્લાઇટમાં સામાન્ય દિવસોમાં રૂપિયા ચાર હજાર 500થી રૂપિયા પાંચ હજારમાં વન વે ફ્લાઇટ મળતી હોય છે અને ક્રિસમસમાં આજ ફ્લાઇટનું ભાડું રૂપિયા 6 હજાર 500થી રૂપિયા 7 હજાર થઈ જાય છે. જ્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઈટમાં રેગ્યુલર સીઝનમાં આ ફ્લાઈટનું ભાડું રૂપિયા 28 હજારથી રૂપિયા 32 હજારની આસપાસ હોય છે. જ્યારે ક્રિસમસમાં આ ભાડું વધીને રૂપિયા 40 હજાર થઈ જાય છે.