આમચી મુંબઈ

ભ્રષ્ટાચાર કેસઃ ‘લોકપાલ’ની સુનાવણી માટે સેબીનાં પ્રમુખ અને મહુઆ મોઈત્રાને તેડું…

મુંબઈઃ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે સેબી પ્રમુખ માધવી પુરી બુચ અને તૃણમુલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા સહિત અન્ય ફરિયાદીઓને આગામી મહિને મૌખિક સુનાવણી માટે બોલાવ્યા છે, એમ એક સત્તાવાર આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે. લોકપાલ સમક્ષ ભ્રષ્ટાચારની ફરિયાદની સુનાવણી ચાલી રહી છે, જેમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના આધારે અનિયમિતતા અને હિતોના ટકરાવનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : SEBI ના વડા માધવી પુરી બુચ પર લાગ્યો આ મોટો આક્ષેપ, નાણા મંત્રાલયને અધિકારીઓએ કરી ફરિયાદ

લોકપાલે 8 નવેમ્બરે લોકસભાનાં સભ્ય મોઇત્રા તથા અન્ય બે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર બુચ પાસે સ્પષ્ટતા માંગી હતી. જોકે, હવે સેબીના અધ્યક્ષ બુચને ચાર સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું છે.

મામલાની સુનાવણી કરતાં લોકપાલે કહ્યું હતું કે આરપીએસ (પ્રતિવાદી લોકસેવક)એ સાતમી ડિસેમ્બર, 2024ના રોજ એફિડેવિટના માધ્યમથી તેમનો જવાબ દાખલ કર્યો છે, જેમાં પ્રારંભિક મુદ્દા ઉઠાવવાની સાથે આરોપનું સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કોંગ્રેસે સેબી અધ્યક્ષ Madhabi Puri Buch પર મૂક્યો આ ગંભીર આક્ષેપ

લોકપાલ અધ્યક્ષ ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર અને પાંચ અન્ય સભ્યો દ્વારા સાઇન કરવામાં આવેલા 19 ડિસેમ્બરના આદેશ મુજબ આરપીએસની સાથે સાથે ફરિયાદકર્તાને પણ મૌખિક સુનાવણીનો અવસર આપવામાં આવે તેવું અમે માનીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button