આપણું ગુજરાત

Gujarat સરકારે કર્યો વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો, ગ્રાહકોને થશે આટલા કરોડનો ફાયદો

ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે વીજ ગ્રાહકોના હિતમાં નિર્ણય કર્યો છે. જેમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે સુશાસન દિવસ નિમિત્તે સરકારે વીજ વપરાશમાં ઓકટોબરથી ડિસેમ્બર 2024 માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડો કર્યો છે. તેમજ તે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમજ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 175 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂપિયા 1120 કરોડનો લાભ થશે

2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવે છે

ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ- 2024 થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો

વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂપિયા 2.85 પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.

વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો ફાયદો

વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ 2024 -25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1.10. 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો ફાયદો થશે.

Also Read – Gujarat માં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ઠંડી યથાવત રહેવાની આગાહી

ફ્યુઅલ સરચાર્જ રૂપિયા 2.85 થી ઘટાડીને 2.45 પ્રતિ યુનિટ કર્યો

તેમણે ઉમેર્યું કે,ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂપિયા 2.85 થી ઘટાડીને રૂપિયા 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને આશરે રૂપિયા 1120 કરોડનો લાભ થશે. વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે. તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂપિયા 50 થી 60 ની માસિક બચત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button