આમચી મુંબઈ

‘નફરત ફેલાવવાનો પ્રયાસ’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના રાહુલ ગાંધીની પરભણી મુલાકાત પર આકરા પ્રહારો…

પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર હિંસાગ્રસ્ત પરભણીની મુલાકાત લેવા બદલ આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ એક રાજકીય કારણોસર હતી અને તેના દ્વારા નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…

‘રાહુલ ગાંધી અહીં ફક્ત રાજકીય હેતુઓ માટે આવ્યા છે. આ ફક્ત એક રાજકીય મુલાકાત હતી, જાતિના આધારે લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ હતો. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જ કામ કરી રહ્યા છે, તેથી મને લાગે છે કે નફરત ફેલાવવાનું તેમનું કામ, તેમણે આજે પરભણીમાં પૂર્ણ કર્યું છે,’ એમ મુખ્ય પ્રધાને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું.

ફડણવીસે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સંવેદનશીલ છે, અને તેણે આ સમગ્ર મામલાની ન્યાયિક તપાસની જાહેરાત કરી દીધી છે. “ન્યાયિક તપાસમાં બધું સત્ય બહાર આવશે. કશું જ છુપાવવામાં આવશે નહીં, તેનું કોઈ કારણ પણ નથી અને જો તપાસમાં એવું બહાર આવશે કે મૃત્યુ હુમલો કે અન્ય કોઈ કારણોસર થયું છે, તો કોઈને પણ માફી આપવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.’

આજે વહેલી સવારે રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં થયેલી હિંસા બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળ્યા હતા.

દસમી ડિસેમ્બરની સાંજે મરાઠવાડા પ્રદેશમાં આવેલા શહેરના રેલવે સ્ટેશનની બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાચની બંધ પેટીમાં રખાયેલી બંધારણની પ્રતિકૃતિ તોડવામાં આવ્યા બાદ પરભણીમાં હિંસા થઈ હતી.

પરભણીના શંકર નગરના રહેવાસી સોમનાથ સૂર્યવંશી હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 50 થી વધુ વ્યક્તિઓમાં સામેલ હતા. 15 ડિસેમ્બરના રોજ તેમનું રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને પરભણી જિલ્લા કેન્દ્રીય જેલમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સમજણના અભાવે ધર્મના નામે અત્યાચાર થતા હોવાનું ભાગવતનું નિવેદન…

ફડણવીસે તાજેતરમાં રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે સૂર્યવંશીએ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેમને ત્રાસ આપવામાં આવ્યો નથી અને સીસીટીવી ફૂટેજમાં પણ ક્રૂરતાના કોઈ પુરાવા દેખાતા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button