આ હોટેલમાં જવાનું તો ઠીક પણ જોઈને પણ ગગડી જાય છે લોકોના હાજા…
જ્યારે પણ આપણે હોટેલની વાત કરીએ એટલે આંખો સામે તરવરી ઉઠે સરસ આરામદાયક રૂમ, સુંદર વ્યુ અને બીજું ઘણું બધું… પરંતુ વિચાર કરો કે જો તમને કોઈ એવી હોટેલ વિશે જણાવે કે જ્યાં જવાનું તો દૂર પણ એ જોઈને પણ લોકોના હાજા ગગડી જાય તો તમે ત્યાં જવાનું પસંદ કરો ખરા? ચાલો આજે તમને આવી જ એક હોટેલ વિશે જણાવીએ. કદાચ આ વાંચીને તમારા મનમાં પણ એવો સવાલ થયો ને કે આખરે શું ખાસ છે આ હોટેલમાં? ચાલો તમે જાતે જ જોઈ લો…
અમે અહીં વાત કરી રહ્યા છીએ પેરુમાં આવેલી સેક્રેડ વેલીની સ્કાય લોજની. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ સ્કાય લોજ નામની હોટેલનો સમાવેશ દુનિયાની સૌથી જોમખી હોટેલમાં કરવામાં આવે છે. અત્યાર સુધી તમે જેટલી પણ હોટેલમાં ગયા હશો ત્યાં તમે બાય કાર કે ટ્રેનથી પહોંચ્યા હશો. પરંતુ આ હોટેલ પહોંચવા માટે તમારે જિપ લાઈનની મદદ લેવી પડશે.
મળતી માહિતી મુજબ દુનિયાની આ સૌથી જોખમી હોટેલ જમીનથી 1,312 ફૂટ ઉપર બનાવવામાં આવી છે. જોકે ઊંચા ઊંચા પહાડો પર હવામાં લટકી રહેલા આ ટ્રાન્સપરન્ટ કેપ્સ્યુલ સુધી પહોંચવું એ કાચાપોચા મનના લોકોનું કામ નથી. અહીં પહોંચવા માટે તમારી છાતી છપ્પનની હોવી જોઈએ.
દેખાવમાં એકદમ એડવેન્ચરિયસ એવી આ હોટલમાં પહાડો પર થોડા થોડા અંતરે ટ્રાન્સપરન્ટ કેપ્સ્યુલ કેબલની મદદથી લટકાવવામાં આવી છે, જેમાં ચાર બેડ, એક બાથરૂમ અને ડાઇનિંગની સુવિધા આપવામાં આવી છે. વાત કરીએ આ ખતરનાકરૂમના એક દિવસના ભાડાની તો અહીં રોકાવવા માટે એક દિવસના 33,000 રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે. એડવેન્ચરલવર્સ માટે તો આ જગ્યાએ રોકાવવું એ કોઈ ટ્રિટ સમાન છે, અને અહીંથી સેક્રેડ વેલીનો સુંદર નજારો જોતા જ દિલ ખુશ થઈ જશે.
આ પણ વાંચો…જાન્યુઆરી, 2025 થી આ કારણે WhatsApp કામ કરવાનું કરશે બંધ? જોઈ લો તમારો ફોન તો નથી ને…
હવે જ્યારે પણ પેરુ ફરવા જવાના હોવ તો ચોક્કસ જ એકાદ વખત આ ડેન્જરસ હોટેલમાં રોકાવવાનો એક્સપિરીયન્સ લેવા જેવો છે, હં ને, શું કહો છો?