Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ

નવી દિલ્હી : દેશમાં સંસદ ભવન(Parliament)હુમલામાં ઘાયલ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બંને સાંસદોને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદોએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો. જેના કારણે તેઓ પડી ગયા હતા અને ઈજાઓ પહોંચી હતી. પ્રતાપ સારંગીએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદની અંદર જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમણે એક સાંસદને ધક્કો માર્યો જે તેમના પર પડ્યા હતા.
Also Read – વસુંધરા રાજેના કાફલાને અકસ્માત નડ્યો; ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલાયા…
રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કી બાબતે વિવાદ થયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.
ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે
આ કેસમાં પીડિત સાંસદોના નિવેદનો રેકોર્ડ કર્યા પછી દિલ્હી પોલીસ સ્પીકર પાસેથી સ્થળ પર જઈને સીન રીક્રિએટ કરવાની પરવાનગી લેશે. જો પોલીસની મંજુરી મળશે આ સીન રીક્રિએટ કરશે. આ તમામ પ્રક્રિયા બાદ જો પુરાવા મળશે તો રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવશે.રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆરની તપાસ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ બેઠક બાદ આ અંગે નિર્ણય લઈ શકે છે.