રાયપુર : છત્તીસગઢ(Chhattisgarh) સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે મહતારી વંદન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને ₹1000ની રકમ મળે છે. પરંતુ હવે આ યોજનામાં લાભાર્થી મામલે ગડબડ પ્રકાશમાં આવી છે. જેમાં આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સની લિયોનનું(Sunny Leone) નામ નોંધાયેલું છે. તેનું નામ અને બસ્તર ક્ષેત્રનું સરનામું આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં નોંધાયેલ છે અને તેના ખાતામાં રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
સની લિયોનના નામે નોંધણી
રાજ્ય સરકારની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે કે સની લિયોનના નામે એક અરજી છે. જેનો રજીસ્ટ્રેશન નંબર MVY006535575 છે. આ અરજીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સની લિયોનનું સરનામું બસ્તરના તાલુર વિસ્તારનું છે અને તેની અરજી આંગણવાડી દ્વારા દાખલ કરવામાં આવી હતી. માર્ચથી દર મહિને આ ખાતામાં 1000 રૂપિયાની રકમ જમા થઈ રહી છે અને આ મહિને પણ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.
ભાજપે અનિયમિતતાનો ઇનકાર કર્યો
છત્તીસગઢ ભાજપના પ્રવક્તા અજય ચંદ્રકરે આ મામલે કોઈ ગેરરીતિનો સ્વીકાર કર્યો નથી. તે કહે છે, આ બસ્તરનું પરંપરાગત નામ નથી પરંતુ બસ્તરમાં ધર્માંતરણ થતું રહે છે. સંભવ છે કે ધર્માંતરિત મહિલાનું નામ સની લિયોન હોઈ શકે છે. આને કોઈપણ પ્રકારની અનિયમિતતા તરીકે જોઈ શકાય નહીં.
રકમ માત્ર 20-25 લાખ મહિલાઓને જ પહોંચી રહી છે
કોંગ્રેસ પાર્ટીએ તેને ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ કહ્યું, આ યોજના ભ્રષ્ટાચારની યોજના બની ગઈ છે. જરૂરિયાતમંદ મહિલાઓને લાભ નથી મળી રહ્યો, પરંતુ ભાજપને સમર્થન કરનારા લોકોના ખાતામાં પૈસા જઈ રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકાર દાવો કરે છે કે 75 લાખ મહિલાઓને લાભ મળી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ રકમ માત્ર 20-25 લાખ મહિલાઓને જ પહોંચી રહી છે.
મહતારી વંદન યોજનાનો ઉદ્દેશ્ય અને સ્થિતિ
મહતારી વંદન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા મહિલાઓને આપવામાં આવેલા વચનોનો એક ભાગ હતી. સરકારનો દાવો છે કે માર્ચ 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં 6530.41 કરોડ રૂપિયા જમા થયા છે.
આ પણ વાંચો…UP encounter:3 વોન્ટેડ ખાલિસ્તાની આરોપીઓ ઠાર, બે AK-47 રાઈફલ જપ્ત
મહતારી વંદન યોજના
મહતારીવંદન યોજના છત્તીસગઢ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણ યોજના છે.જે હેઠળ પાત્ર પરિણીત મહિલાઓને દર મહિને રૂપિયા 1,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.