મનોરંજન

‘ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા’ આ જાણીતા ગાયકે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સલમાન-શાહરૂખ વિષે પણ કહી આવી વાત

મુંબઈ: બોલિવૂડના જાણીતા ગયાક અભિજીત ભટ્ટાચાર્ય તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે આપેલા નિવેદનને કારણે હાલ અભિજીત ચર્ચામાં (Abhijeet Bhattacharya about Mahatma Gandhi)છે. અભિજીત તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેની પ્રોફેશનલ લાઈફ વિશે ઘણી વાતો શેર કરી હતી.

આ પણ વાંચો: આ સિંગરે સલમાનને કહ્યું કે તે મારી નફરતને પણ યોગ્ય નથી…

ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા!
અભિજીત ભટ્ટાચાર્યએ પોડકાસ્ટ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ સાથે તેમના અનુભવો વિષે વાત કરી હતી. સાથે સાથે તેમણે મહાત્મા ગાંધી વિશે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું. અભિજિત ભટ્ટાચાર્યએ કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. આ નિવેદનને કારણે તેમની ટીકા થઇ રહી છે.

અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું કે સંગીતકાર આરડી બર્મન મહાત્મા ગાંધી કરતા મહાન હતા. આરડી બર્મન રાષ્ટ્ર સંગીતના પિતા હતા. અભિજીત આટલે જ ના રોકાયા, તેમણે મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહી દીધા. અભિજીતે કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. ભારત પહેલાથી જ ભારત હતું, પાકિસ્તાન પછીથી બન્યું. ભૂલથી જ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનને જન્મ આપનારા એ જ હતાં , તે જ પિતા થયા, તે જ દાદા, નાના પણ તેઓજ થયા…. બધું તેઓ જ હતાં.

આરડી બર્મને આપ્યો હતો ચાન્સ:
નોંધનીય છે કે સંગીતકાર આરડી બર્મને જ અભિજીત ભટ્ટાચાર્યને સૌ પ્રથમ ચાન્સ આપ્યો હતો. અભિજીતે પોતાનું પહેલું ગીત આશા ભોંસલે સાથે બંગાળી ફિલ્મ માટે ગાયું હતું. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અભિજીત આરડી બર્મન સાથે સ્ટેજ શો કરતા હતા.

શાહરૂખ અને સલમાન વિષે કહી આ વાત:
પોડકાસ્ટમાં તેમણે શાહરૂખ ખાન અને સલમાન ખાન વિશે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. અભિજીતે કહ્યું કે, ‘હું સલમાન ખાનને નફરત કરવા લાયક પણ નથી માનતો.’ જ્યારે તેને સલમાન ખાનના ‘ચુનરી ચુનરી’ અને ‘ટન ટના ટન ટન ટન ટારા’ જેવા ગીતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘એ મારા ગીતો છે… ગીત કોના માટે છે એ ક્યારેય પૂછતો નથી. જ્યારે હું શાહરૂખ ખાન માટે ગીત ગાતો ત્યારે જ હું ઉત્સાહિત રહેતો.”

અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન માટે છેલ્લે 17 વર્ષ પહેલા ગીત ગાયું હતું. અભિજીતે પોડકાસ્ટ પર શાહરૂખ ખાન સાથેના તેના ઝઘડા અંગે પણ જાહેરમાં વાત કરી હતી. અભિજીતે કહ્યું કે શાહરૂખ મારી પાસે આવી શક્યો હોત, માફી માંગવા માટે નહીં, પરંતુ સમાધાન માટે. મોટો હોવાને કારણે, તે આવીને મને ગળે લગાવી શક્યા હોત, મને માફીની અપેક્ષા ન હતી, પણ તે આવીને કહી શક્યો હોત, ‘ચલ યાર…’ અમે ફરીથી સાથે હોત. પરંતુ તેણે મને અવગણ્યો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button