સ્પોર્ટસ

20 સિક્સર અને 13 ફોર, ઉત્તર પ્રદેશના સમીર રિઝવીએ રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારી…

નવી દિલ્હીઃ આક્રમક બૅટર ગણાતા સમીર રિઝવીને આઇપીએલમાં ગઈ એક સીઝન રમવાના 8.40 કરોડ રૂપિયા મળ્યા હતા, પણ આ વખતે તેને ઑક્શનમાં દિલ્હી કૅપિટલ્સે માત્ર 95 લાખ રૂપિયામાં મેળવી લીધો છે અને હવે તેણે 2025ની આઇપીએલમાં પોતાની તાકાત બતાવવાની છે. જોકે તેણે એ પહેલાં શનિવારે અન્ડર-23 સ્ટેટ-એ ટ્રોફી મૅચમાં રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારીને આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓના માલિકોને પોતાની આક્રમક બૅટિંગનો અણસાર આપ્યો હતો.

આ પણ વાંચો : તુમ લોગ મરવા દોગે મુઝે, વો દોનોં ઍક્ટિવ હૈ….રોહિત શર્માએ આવું કોના માટે કેમ કહ્યું?

અગાઉ આઇપીએલમાં તે ચેન્નઈ વતી રમ્યો હતો અને હવે દિલ્હી વતી રમશે.

સમીર રિઝવીએ 97 બૉલમાં 20 સિક્સર અને 13 ફોરની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા.

ઉત્તર પ્રદેશની ટીમનો આ કૅપ્ટન અસલ મિજાજમાં આવી ગયો હતો અને ત્રિપુરાના બોલર્સની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. સમીરે મેદાનની ચારેય દિશામાં છગ્ગા-ચોક્કા ફટકાર્યા હતા.

મેન્સ અન્ડર-23 સ્ટેટ-એ ટ્રોફીની આ ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી છે. જોકે તેની આ આતશબાજી લિસ્ટ-એ ફૉર્મેટને પાત્ર નથી.
લિસ્ટ-એ ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડના ચાડ બૉવેઝનો 103 બૉલમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીનો વિશ્વ વિક્રમ છે.

આ પણ વાંચો : અનમોલપ્રીત સિંહની અણમોલ ઇનિંગ્સ

સમીર રિઝવીના અણનમ 201 રનની મદદથી ઉત્તર પ્રદેશે 405 રન બનાવ્યા હતા અને પછી ત્રિપુરા સામેની એ મૅચ 152 રનથી જીતી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button