મનોરંજન

રૂકેગા નહીંઃ પુષ્પા-2એ બીગ બી અને કિંગખાનને પછાડી કરી આટલી કમાણી

વર્ષના અંતે રિલિઝ થયેલી પેન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધ રૂલનો ડાયલૉગ ભાર ફેમસ છે, જેમાં હીરો અલ્લુઅર્જન દાઢીએ હાથ દઈને કહે છે ઝૂકેગા નહીં. ઝૂકેગા નહીં સાથે અલ્લુએ રૂકેગા નહીં પણ બોલવાની જરૂર હતી કારણ કે ફિલ્મનું નોટો છાપવાનું કામ રોકાઈ રહ્યું નથી અને ફિલ્મ કમાણીમાં રેકોર્ડ્સ બનાવી રહી છે.

પુષ્પા-2 ધ રૂલ 2021ની પુષ્પા-1 ધ રાઈઝની સિક્વલ છે. આ ફિલ્મે અપેક્ષા મુજબ પહેલા દિવસથી બૉક્સ ઓફિસો છલકાવી છે. સૌથી પહેલા 300 કરોડના ક્લબમાં જવાથી માંડી સૌથી ઝડપી 1000 કરોડ કમાવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

પુષ્પાએ 14 દિવસમાં ભારતમાં સૌથી વધુ કમાણીના રેકોર્ડ્સ તોડ્યા છે. આ બાબતે તેણે કિંગ ખાન અને બીગ બીની ફિલ્મોને પાછળ છોડી છે. આ સાથે પુષ્પાની વધારે કમાણી હિન્દીબેલ્ટમાં થઈ રહી છે, જે બોલીવૂડ માટે ચિંતાનો વિષય છે.

આપણ વાંચો: પુષ્પા-2 900 કરોડ પારઃ કોરોના બાદ બીજા વીક એન્ડમાં આટલી કમાણી કરનારી પહેલી ફિલ્મ…

બે અઠવાડિયાની કમાણીની વાત કરીએ તો પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કી 2898 એડીએ 14 દિવસમાં 536.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ભારતમાં 14 દિવસમાં 517 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ પઠાણે 14 દિવસમાં 446 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ 2 અઠવાડિયામાં 424 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બધાના રેકોર્ડને તોડી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 એ ભારતમાં 2 અઠવાડિયા એટલે કે 14 દિવસમાં 973.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને 14 દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

હજુ પુષ્પા થિયેટરોમાં છે અને મોટાભાગના શૉ ટાઈમમાં ચાલી રહી છે. આથી આ આંકડો કેટલો રહેશે તે સમય જ બતાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button