અમદવાદમાં યુવકની માથું કપાયેલી લાશ મળી, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલસો થયો
અમદાવાદ: ગત રવિવારે અમદાવાદમાં હત્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસને અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી એક યુવકની ગળું કાપેલી લાશ મળી આવી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તુરંત તપાસ શરૂ કરી. પોલીસ તાપસમાં હત્યાના ષડયંત્રના ચોંકાવનારા ખુલાસા થયા હતાં.
પ્રેમિકાની માતાએ કરાવી હત્યા:
મૃતક યુવકની ઓળખ જુહાપુરાના રહેવાસી 29 વર્ષીય સાકીર ખાન પઠાણ તરીકે થઇ હતી. સાકીર પરિવારનું ગુજરાન ચલાવવા માટે આશાબેન ચુનારાના માલિકીની રિક્ષા ચલાવતો હતો. જ્યારે તેની હત્યા થઈ ત્યારે તે તેના મિત્ર ધર્મેન્દ્ર સાથે રિક્ષામાં બેસીને નીકળ્યો હતો. પોલીસે આશાબેનની કડક પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન આશાબેને પોલીસને જણાવ્યું હતું કે, સાકીરને તેની પુત્રી રેખા સાથે પ્રેમસંબંધ હતો, જેના કારણે ધર્મેન્દ્ર નામના શખ્સને રૂપિયા 1 લાખની સોપારી આપીને સાકીરની હત્યા કરાવી હતી.
પોલીસ તપાસમાં થયા ખુલાસા:
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારી એ જણાવ્યું હતું કે પોલીસ પૂછપરછ દરમિયાન બધું સ્પષ્ટ થઈ ગયું છે. સાકિરે બે વખત કર્યા હતાં અને રેખાના પણ બે વખત લગ્ન થયા હતાં. તેના બીજા પતિ સાથે ઝઘડા બાદ રેખા તેની માતાના ઘરે રહેતી હતી અને તેની માતાની રિક્ષા ચલાવતો સાકીર ત્યાં આવતો હતો. સાકિરનું આશા બેનના ઘરે આવવા જવાનું રહેતું, આ દરમિયાન સાકીર અને રેખા પ્રેમમાં પડ્યા હતા. જેના વિષે જાણ થતા આશાબેને ઘણી વખત સાકીરને સંબંધ તોડવા માટે કહ્યું હતું પરંતુ તે માનતો ન હતો જેના કારણે આશાબેને તેને સોપારી આપીને તેની હત્યા કરાવી નાખી.
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…
આશાબેને તેના ભત્રીજા ધરમને સાકીરની હત્યાની જવાબદારી સોંપી. પછી ધરમે ઉત્તર પ્રદેશમાં રહેતા ધર્મેન્દ્ર પાસીને સાકીરની હત્યા કરવાની સોપારી આપી.
ધર્મેન્દ્ર આશાબેનના ઘરે કામ કરતો હતો અને તેની સાકીર સાથે મિત્રતા થઈ ગઈ હતી, જેનો તેણે લાભ લીધો હતો. આ હત્યા માટે ધરમ અને ધર્મેન્દ્રને એક લાખ રૂપિયા મળવાના હતા. હત્યા બાદ બંને જ્યારે આશા પાસે પૈસા લેવા ગયા ત્યારે આશાએ માત્ર 5 હજાર રૂપિયા આપ્યા હતા. આ કારણે તેઓ ત્યાં જ રોકાઈ ગયા અને પોલીસે ત્રણેય ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.