ACB Trap: વઢવાણમાંથી એન્જિનિયર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયાં
અમદાવાદઃ રાજ્યમાં લાંચિયા લોકો સામે એસીબી (Anto Corruptin Bureau) સતત કાર્યવાહી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાંક લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. એક જ દિવસમાં એસીબીએ બે લોકોને છટકામાં ઝડપતાં લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વઢવાણમાંથી PGVCLનો નાયબ ઈજનેર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી એસીબીની ઝાળમાં (ACB Trap) સપડાયા હતા.
વીજ કનેકશન માટે માંગી હતી લાંચ
આ કામના ફરીયાદીના મોટાબાપુએ પોતાના ખેતરમાં વીજ કનેકશન મેળવવા માટે નાયબ ઇજનેર પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરી હતી. વીજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે તેમણે પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ (નાયબ ઇજનેર, વર્ગ -૧, પી.જી.વી.સી.એલ)નો રૂબરૂ સંપર્ક કરતા કનેકશન આપવા માટે રૂ.૫,૦૦૦ લાંચની માંગણી કરી હતી.
આપણ વાંચો: ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…
તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોતા. જેથી એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦ સ્વીકારતાં ઝડપાયા હતા.
હિંમતનગરમાંથી તલાટી મંત્રી ઝડપાયો
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના બોરીયા ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં દિનેશકુમાર રમેશભાઈ પટેલ રૂ. ૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા હતા.