નવી દિલ્હીઃ બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar) અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
કોણે લગાવ્યો આરોપ
આ દરમિયાન રાજ્યસભામાં સરકારે રાહુલ ગાંધી પર ગંભીર (Congress MP and LoP Rahul Gandh) આરોપ લગાવ્યા હતા. નાગાલેંડના ભાજપના સાંસદ ફાન્ગનૉન કોન્યાકૂએ (BJP Rajya Sabha MP Phangnon Konyak) આરોપ લગાવ્યો કે, જ્યારે સંસદમાં મકર દ્વાર પાસે અન્ય સાંસદોની સાથે પ્રદર્શન કરતી હતી ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી મારી એકદમ નજીક આવ્યા હતા અને બૂમબરાડા પાડવા લાગ્યા હતા.
આપણ વાંચો: એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
જેને લઈ તેણે સભાપતિ જગદીપ ધનખડને પત્ર લખીને કહ્યું, રાહુલે તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે. તેમણે મારા આત્મ સન્માનને ઠેસ પહોંચાડી છે. વિપક્ષ નેતા નજીક આવ્યા તે મને પસંદ આવ્યું નથી. આજે જે કંઈ થયું તે ખૂબ જ દુખદ છે. આવું ન થવું જોઈએ. એક મહિલા સાંસદ સાથે રાહુલ ગાંધીનું આવું વર્તન યોગ્ય નથી.
જે પી નડ્ડાએ શું કહ્યું
આ પહેલા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડાએ સંસદ પરિસરમાં ભાજપના સાંસદો સાથે રાહુલ ગાંધીએ કરેલા આચરણની નિંદા કરી હતી. કેન્દ્રીય મંત્રી નડ્ડા અને કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર સંસદમાં પ્રવેશ દ્વારા પર મહિલા ભાજપ સાંસદો સામે બળ પ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે માફીની માંગ કરી હતી.