Moscow Blast: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત, યુક્રેન સિક્યોરીટી ફોર્સે જવાબદારી લીધી
મોસ્કો: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં(Moscow Blast)વિસ્ફોટમાં મોત થયું છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. યુક્રેન સિક્યોરીટી ફોર્સે દાવો કર્યો છે કે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે.
બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ
મીડિયા રિપોર્ટ અનુસાર, ઇગોર કિરિલોવ એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે તેના સહાયકનું પણ મોત થયું હતું. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
આપણ વાંચો: Breaking News: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઘરમાં ગેરકાયદે બોમ્બ બનાવતા બ્લાસ્ટ, ત્રણ લોકોના મોત
પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું
આ વર્ષે ઓક્ટોબરમાં બ્રિટને ઇગોર પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમારત કાટમાળમાં છે અને કાટમાળની વચ્ચે બે લોહીથી લથપથ મૃતદેહ પડેલા છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. તેમજ આ વિસ્ફોટ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.