લગ્નના પાંચ જ મહિનામાં Anant Ambani-Radhika Merchant વચ્ચે આવ્યું કોઈ ત્રીજું? શું છે હકીકત?
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નને હજી માંડ પાંચ-છ મહિના થવા જઈ રહ્યા છે ત્યાં બંનેની વચ્ચે કોઈ ત્રીજા એન્ટ્રીની વાત સાંભળીને તમે પણ ચોંકી ગયા ને? પરંતુ હેન્ગ ઓન તમે વિચારો છો એવું કશું જ નથી. આ તો અહીંયા રાધિકા અને અનંત ગુડ ન્યુઝ આપવાના છે કે કેમ એના વિશે વાત થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ જ્યારે આ દાવાની સચ્ચાઈ વિશે તપાસ કરવામાં આવી તો કહાની કંઈ બીજી જ નીકળી. ચાલો જાણીએ શું છે આ દાવાની સચ્ચાઈ-
વાત જાણે એમ છે કે છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં ફોટોમાં રાધિકા અને અનંત ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
આપણ વાંચો: ઈશા અંબાણીએ ભરી સભામાં સાસુ વિશે કહી દીધી એવી વાત કે… આગની જેમ વીડિયો વાયરલ
રાધિકા પણ અનંતની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પરંતુ હવે આ વાઈરલ ફોટોની હકીકત સામે આવી ગઈ છે. મળી રહેલી માહિતી પ્રમાણે અનંત અને રાધિકાનો આ ફોટો સંપૂર્ણપણે એડિટેડ છે અને મૂળ તો આ આ પોટો સમીક્ષા માધવાની અને હર્ષ માધવાનીનો છે, જેના પર રાધિકા અને અનંતનો ફેસ મોર્ફ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો ધ્યાનથી જોઈએ તો તરત જ ખ્યાલ આવી જાય છે કે આ ફોટો ફેક છે અને તેને બીજા કોઈના ફોટો સાથે મોર્ફ કરવામાં આવ્યો છે. વાત કરીએ અનંત અને રાધિકાની તો આ જ વર્ષે 12મી જુલાઈના બંનેના લગ્ન થયા હતા અને આ લગ્ન કદાચ આ વર્ષના સૌથી લાંબા ચાલેલા લગ્ન બની ગયા હતા.
લગ્ન પહેલાં અનેક દિવસો સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.
આપણ વાંચો: આ મહિલાએ Nita Ambani જ નહીં પણ અનેક સેલિબ્રિટીઓના લૂક કર્યા છે સ્ટાઈલ, એક સેશનની ફી સાંભળશો તો…
હાલમાં આ ન્યુલી વેડ કપલ પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યું છે. બંને જણ અવારનવાર કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જોવા મળી જતાં હોય છે. આ સિવાય બંને જણ વિદેશમાં પણ અલગ અલગ જગ્યાોની મુલાકાત લેતા જોવા મળી જાય છે.
થોડાક સમય પહેલાં રાધિકા મર્ચન્ટ રાજસ્થાનમાં કોઈ ફ્રેન્ડના લગ્નમાં એન્જોય કરતી જોવા મળી હતી અને એ સમયે પણ તેણે પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.