ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયલ યુદ્ધમાં લોકોનો જીવ બચાવવા નીકળ્યો આ અભિનેતા

બોમ્બ ધડાકા જોઈને દિવાલ પાછળ છુપાઈને બચાવ્યો જીવ

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વિનાશમાંથી સતત હૃદયદ્રાવક અપડેટ્સ બહાર આવી રહ્યા છે. આ દરમિયાન હવે ઈઝરાયલની વેબ સિરીઝ ‘ફૌદા’ના એક્ટર લિઓર રાઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેતા આ યુદ્ધ ક્ષેત્રમાં ફસાઈ ગયો છે.

વીડિયોમાં એક્ટર લિઓર રાઝ દિવાલ પાછળ છુપાયેલા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આકાશમાં રોકેટ હુમલો જોવા મળે છે. અહીં અભિનેતાના ચહેરા પર ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જો કે તેમણે તમામ લોકોને બિલકુલ ડરવાની જરૂર નથી તેવી વિનંતી કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ગમે તે થાય, તેઓ બિલકુલ ડરશે નહીં. અભિનેતાએ જણાવ્યું હતું કે તેઓ આ યુદ્ધમાં બે પરિવારને બચાવવા ‘બ્રધર્સ ઇન આર્મ્સ’ નામના સંગઠનમાં સામેલ થઇ ગયા છે. તેમને યુદ્ધગ્રસ્ત સેડરોટ વિસ્તારમાં કેટલાક પરિવારને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા. સેડરોટ શહેર ગાઝા પાસે સ્થિત છે, જેના પર આતંકવાદી સમુહ ગાઝાનું શાસન છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ-હમાસના યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ છે. ઈઝરાયલમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હમાસ સતત હુમલા કરી રહ્યું છે અને રોકેટ ફાયર કરી રહ્યું છે. આ હુમલામાં હજારો લોકોના જીવ ગયા છે. ઘણી હસ્તીઓએ આગળ આવીને આ હુમલાની નિંદા કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button