જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત લથડી, અમેરિકાની હોસ્પિટલમાં કરાયા દાખલ…
સાન ફ્રાન્સિકોઃ જાણીતા તબલા વાદક ઝાકિર હુસૈનને (Ustad Zakir Hussain) હાર્ટ સંબંધિત સમસ્યા (Heart Problem)ને લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના મિત્ર અને વાંસળી વાદક રાકેશ ચૌરસિયાએ આ જાણકારી આપી છે. રાકેશ ચૌરાસિયાએ કહ્યું, ‘તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ તેમની સ્થિતિને લઈ ચિંતિત છે.’
આ પણ વાંચો : ચીને તાઇવાન આસપાસ તૈનાત કર્યા જહાજ અને સૈનિકો, વધી શકે છે તણાવ
બ્લડ પ્રેશરની સમસ્યા
ઉસ્તાદ ઝાકિર હુસૈનના નજીકના એક સૂત્રએ કહ્યું હતું કે 73 વર્ષીય તબલાવાદકને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોમાં હૃદયની સમસ્યા સાથે હૉસ્પિટલમાં દાખલ છે. ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા પણ પ્રસિદ્ધ તબલા વાદક હતા.
શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક રાજદૂત
પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને મહાન તબલા વાદકોમાંના એક માનવામાં આવે છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 1999માં તેમને યુ. એસ. નેશનલ એન્ડોવમેન્ટ ફોર આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી, ત્યારબાદ ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક રાજદૂત તરીકે માન્યતા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : બસ એક સનમ ચાહિએ…: પાર્ટનરની શોધમાં નર વ્હેલે ખેડી વિક્રમી સફર, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસ ખાતે ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ માટે આમંત્રિત કર્યા હોય તેવા પ્રથમ ભારતીય સંગીતકાર છે. તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો, તેમણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે સાત વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પર્ફોમંસ આપ્યું હતું.